राष्ट्रीय
કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું નિધન, ઘણા સમયથી બીમાર હતા. ચિરાગ પાસવાને ટ્વિટ કરીને આ માહિતી આપી હતી.
Anil Makwana
દિલ્હી
કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું દિલ્હીમાં ગુરુવારના રોજ નિધન થયું છે. તેમની ઉંમર 74 વર્ષની હતી. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ચિરાગ પાસવાને ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. રામવિલાસ પાસવાન છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. એઈમ્સમાં 2 ઓક્ટોબરની રાતે તેમની હાર્ટ સર્જરી કરાઈ હતી. આ પાસવાનની બીજી હાર્ટ સર્જરી હતી. આ પહેલા પણ તેમની એક બાયપાસ સર્જરી થઈ હતી.