गुजरात
C.R. પાટીલનો દિલ્હીનો પ્રવાસ રદ્દ થયો, જાણો શું છે કારણ ?
ગાંધીનગરઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બુધવારે દિલ્હી જવાના હતા. ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી માટેના ઉમેદવારો નક્કી કરવા હાઈકમાન્ડ સાથે ચર્ચા માટે પાટીલનો દિલ્હીનો કાર્યક્રમ ઘડાયો હતો પણ પાટીલનો દિલ્હી પ્રવાસ રદ્દ થયો છે. બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનના 20 વર્ષની ઉજવણી અંગે કાર્યક્રમ રખાયો હોવાથી પાટીલનો દિલ્હી પ્રવાસ મોકૂફ રખાયો છે.
દિલ્હી જવાના બદલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ભાજપના કાર્યકરોને પ્રદેશ કાર્યાલય કમલમથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. આ સિવાય ગુજરાતમાં બીજા કાર્યક્રમો પણ યોજાશે.