गुजरात

ગુજરાત ના ગૃહ વિભાગ દ્વારા પાંચ વર્ષથી ઓછી આઈપીએસની સેવા હોય એવા આઇપીએસ અધિકારીઓ એ બોર્ડર તથા કોસ્ટલ એરિયાની ગામ ની મુલાકાત લીધી

Anil Makwana

ભુજ

રિપોર્ટર – કેતન સોની

ગુજરાત ના ગૃહ વિભાગ દ્વારા પાંચ વર્ષથી ઓછી આઈપીએસની સેવા હોય એવા આઇપીએસ અધિકારીને બોર્ડર તથા કોસ્ટલ એરિયાની ગામ ની મુલાકાત લેવા માટે નું નક્કી થયેલ હતું જેના ભાગ રૂપે 2019 ની બેચના આઈપીએસ શ્રી અભિષેક ગુપ્તા આસિસ્ટન્ટ પોલીસ વડા મોરબી દ્વારા ભુજ તાલુકાના તુગા ગામની મુલાકાત લેવામાં આવી આ મુલાકાતના ભાગરૂપે શ્રી ગુપ્તાએ લોકો સાથે લોકોની મુશ્કેલીઓ અંગે અને બોર્ડર અંગેની ચર્ચા કરી હતી તેઓએ બોર્ડર વિશે ગામના વડીલો અને યુવાનો પાસે જાણ્યું હતું

શ્રી ગુપ્તાએ આ મુલાકાતને યાદગાર ગણાવી હતી તેમ જણાવ્યું હતું બોર્ડર વિસ્તારમાં મુશ્કેલીઓ વચ્ચે રહેતા લોકોની સેવાને બિરદાવી હતી અને સુરક્ષા દળો સાથે સતત તાલમેલ સાથે રહેતા લોકોને વધુ સજાગ રહેવા હાકલ કરી હતી શ્રી અભિષેક ગુપ્તા સાથે પાટણના ડીવાયએસપી શ્રી જે.ટી.કંસારા, ખાવડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય. પી. જાડેજા, આઈબીના કિશોરસિંહ જાડેજા, ગામના અગ્રણી સુલેમાનભાઈ સમા,કરીમ સમા, હાજી રાયસલ સમાં, અમીનભાઇ સમા રાજુભાઈ રાઠોડ તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગામલોકો અને શિક્ષકો હાજર રહ્યા હતા હાજર રહ્યા હતા તુગા ગામના યુવાન અબ્દુલ ગની જુસબ દ્વારા આ વિસ્તાર અને ગામ વિશે માહિતી આપવામાં આવી હતી.જ્યારે શ્રી કિશોરસિંહ જાડેજા એ બોર્ડર વિસ્તારની વિસ્તૃત માહિતી આપી હતી.કાર્યક્રમનું સંચાલન સતાજી સમા દ્વારા કરવામાં આવ્યું હતું

Related Articles

Back to top button