સુરત: કોરોનોમાં ઓનલાઇન વેપાર ન ચાલતા યુવાન વેપારીએ ઓફિસમાં જ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત
કોરોના મહામારી વચ્ચે લોકોના વેપાર ઉહોગ ઠપ થઇ જતા કેટલાક લોકોએ પોતા પરિવાર નું ભારણ પોસણ કરી હાંકતા નથી જેને લઈને આવેશમાં આવી જેણે આપઘાત કરતા હોય છે ત્યારે ઓન લાઇનનો વેપાર કહેતા એક યુવાન વેપારીએ પોતાની ઓફિસમાં આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે.
કોરોના મહામારી વચ્ચે લોકોના વેપાર ઉદ્યોગ ઠપ્પ થઇ જતા લોકો પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકતા નથી. જેથી તણાવમાં આવીને આપઘાત કરવાના અનેક કિસ્સાઓ આપણે જોયા છે. ત્યારે સુરતમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઇન વેપાર કરનાર યુવાને પોતાની ઓફિસમાં આપઘાત કરવાની ઘટના સામે આવી છે.
કોરોના સંક્રમણ વધતા લંબાયેલા લૉકડાઉનને કારણે કેટલાક લોકો પાયમાલ થયા છે. તેમના વેપાર ધંધા પર ઘણી અસર થતા પડી ભાંગ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં પણ સામે આવ્યો છે. મૂળ અમરેલીના સાવરકુંડલાના છાપરી ગામના વતની અને હાલ મોટાવરાછાની રોયલ રેસિડેન્સીમાં રહેતા 26 વર્ષિય તરુણ પરસોતમભાઈ ગુંદરણીયા સુરતમાં મોટા વરાછાના લજામણી ચોક નજીક ભાડાની ઓફિસમાં ઓનલાઇનનો વેપાર કરે છે.