गुजरात
આમોદ તાલુકાના નાહીયેર ગામની ખાડીમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળતા ચકચાર.
આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી.
આમોદ
રિપોર્ટર – જાવેદ મલેક
આમોદ તાલુકાના નાહીયેર ગામેથી દાંડી માર્ગની બાજુમાં આવેલી ખાડીમાંથી અજાણ્યા ઇસમની લાશ મળતા સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના નાહીયેર ગામે આવેલા દાંડી માર્ગની બાજુમાં આવેલી ખાડીમાંથી આજરોજ એક અજાણ્યા ઇસમની લાશ મળી આવતા આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢી કબજો મેળવી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી.આમોદ પોલીસે હાલ અકસ્માત ગુનો નોંધી તેમના અજાણી વ્યક્તિના લાશના ઓળખ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.