સુરત ભાજપ પ્રમુખ સહિત અનેક લોકો સાથે સંકળાયેલા કોરોના પોઝિટિવ, બધું જ કામ છોડી જોઇ લો પહેલા યાદી
સુરત : શહેરમાં સોમવારે 198 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે. જેમાં અનેક એવા કેસ પોઝિટિવ આવી રહ્યા છે જે સમાજ સાથે જોડાયેલા લોકોના છે. પાછલા દિવસોમાં એ લોકો અનેક વખત સમાજના અનેક વર્ગો સાથે સંપર્કમાં આવ્યા હોય છે. આજે સુરત શહેર ભાજપના પ્રમુખ નીતીન ભજીયાવાલા અને તેમની પત્નીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એ ઉપરાંત કપડાની દુકાન, ટેક્ષટાઇલ માર્કેટના કર્મચારી, કલેકટર ઓફિસના કલાર્ક , ઇરીગેશન વિભાગના કર્મચારી, ટીચર, રીક્ષા ડ્રાઇવર સહિત અનેકના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
સુરત ભાજપના પ્રમુખ નીતીન ભજીયાવાલા અને તેમની પત્ની જયશ્રી બેનને કોરોના પોઝિટિવ આવતા તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. પરંતુ પાછલા એક સપ્તાહમાં અનેક કાર્યક્રમમાં નીતીન ભજીયાવાલાની હાજરી નોધાઇ હતી. આજે પોઝિટિવ આવેલા કેસોમાં કેટલાક જાણવા જેવા કેસ કે જેઓ સમાજની વચ્ચે કામ કરે છે. જેથી અનેક લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલા મહત્વના પોઝિટિવ કેસોની માહિતી
સાઉથ વેસ્ટ ઝોન
કપડાનો દુકાનદાર, ટેક્ષટાઇલ માર્કેટમાં નોકરી કરનાર, સ્મીમેર હોસ્પિટલના ડોકટર, મીલ વર્કર, જવેલરી શોપમાં કામ કરનાર
વેસ્ટ ઝોન કલેકટર કચેરીનો કર્મચારી, પ્રાઇવેટ હોસ્પિટલનો ડોકટર, ઇરીગેશન ડિપાર્ટમેન્ટનો કર્મચારી, બેંક ઓફ બરોડાનો કર્મચારી, આઇડીએફસી બેકનો કર્મી, ઇર્છાપોર પોલીસ મથકનો એએસઆઇ
નોર્થ ઝોન
પીપી સવાણી સ્કુલના ટીચર, રીક્ષા ડ્રાઇવર, સુડાના પ્લાનર, હેલ્થ સેન્ટરના ડોકટર, મનપાની મુખ્ય કચેરીનો કલાર્ક
સાઉથ ઝોન
કેદમાં રહેલ આરોપી, દુકાન દાર
ઇસ્ટ ઝોન એ ઃ રીક્ષા ડ્રાઇવર