રાપર હત્યા મામલે ગુજરાત ના 33 જિલ્લા તેમજ ભારત ના વિવિધ રાજ્યોમાં ઉગ્રઃ રજૂઆત કરવામાં આવી
Anil Makwana
ગુજરાત
તારીખ 25/09/2020 ના રોજ કચ્છ ના રાપર મા એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની હત્યા થઈ ગઈ હતી તેના વિરોધમાં અને તેમના પરિવાર ને ન્યાય મળે અને વિવિધ માંગણીઓ સાથે રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ગુજરાત ના વિવિધ જિલ્લા માં સ્થાનિક સંસ્થાઓ અને સ્થાનિક આગેવાનો ના સહિયોગ થી જિલ્લા કલેકટર શ્રી ને રજૂઆત કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય નીરજ કુમાર ચૌહાણ બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન ના પ્રમુખ દલપતભાઈ ભાટિયા , બહુજન ક્રાંતિ મોરચા , ભીમ આર્મી મહામંત્રી રણજીત ભાટિયા તેમજ પી.કે ડાભી, સતીશ રાષ્ટ્રપાલ જેવા વિવિધ આગેવાનો માધ્યમ બનાસકાંઠા જિલ્લામાં તેમજ ગુજરાત ના વિવિધ જિલ્લા રજૂઆત કરવામાં આવી જેમાં રજૂઆત નીચે મુજબ ની માંગણીઓ હતી.
દેવજીભાઈ મહેશ્વરી ના પરિવાર ને હથિયારી પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે.
પીડિત પરિવાર ના PM રિપોર્ટ અને વિસેરા રિપોર્ટ યોગ્ય સમય માં પરિવાર ને આપવામાં આવે તેમજ નિષ્ઠાવાન ડોકટર પેનલ નિરીક્ષણ માં વિડ્યો ગ્રાફી સાથે તમામ જાંચ કરવામાં આવે. ગુજરાત ના વકીલો માટે ” એડવોકેટ પ્રોટેક્શન એક્ટ” બનાવવામાં આવે અને કડકમાં કડક જોગવાઈઓ કરવામાં આવે
ગુજરાત હોય કે બનાસકાઠા અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર થાય ત્યારે 24 કલાક અથવા 50 કલાક બાદ પ્રાથમિક રિપોર્ટ ( FIR) રજીસ્ટર કરવામાં આવે છે .CRPC 154 મુજબ તાત્કાલિક ધોરણે FIR રજીસ્ટર કરવાની હોય છે પંરતુ પોલીસ બેજવાબદારી ભર્યુ વર્તન દર્શાવતી હોય છે તેવા અધિકારીઓ ઉપર રાજ્ય પોલીસ અધિક્ષક તરફથી કડક કાર્યવાહી કરવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓ સાથે રાષ્ટ્રીય લોક અધિકાર મંચ માધ્યમ થી ગુજરાત તેમજ ભારત દેશના વિવિધ રાજ્યો મા આજે રજૂઆત કરવામાં આવી પીડિત પરિવાર ને ન્યાય નહિ મળે તો ગુજરાત માં તમામ જિલ્લા તાલુકામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે સંવિધાન ના દાયરામાં રહીને. અનિલ મકવાણા રાષ્ટ્રીય મીડિયા પ્રભારી રાષ્ટ્રીય લોક અધિકાર મંચ