गुजरात

આમોદ કોંગ્રેસ પ્રેરિત નગરપાલિકા દ્વારા ગુજરાત ગવર્નર ની ગાઈડ લાઈન્સ નુ એસી કી તૈસી કરી શોપિંગ સેન્ટર નુ બાંધકામ કરતી આમોદ નગરપાલિકા..

Anil makwana

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

આમોદ નગરપાલિકા દ્વારા તિલક મેદાન મ પાસે ગરીબ લોકો કેબિનેટ દ્વારા ધંધો કરી પોતાનું પેટ ભરતા હતા જે નગરપાલિકા દ્વારા સરકારશ્રી પાસેથી આશરે ૧૭ લાખ રૂપિયા ભરી જગ્યા ની ખરીદી કરેલ હતી જે જગ્યા ઉપર સરકાર ની ગ્રાન્ટ માંથી રૂપિયા એક કરોડ તરેપન લાખ જેટલી રકમ થી શોપિંગ સેન્ટર ઉભુ કરવામાં આવેલ છે જે શોપિંગ સેન્ટર માટે કલેકટર સાહેબ પાસે પ્લાન એસ્ટીમેન્ટ મૂકી મંજૂરી મેળવેલ હતી. પરંતુ કોંગ્રેસ પ્રેરિત નગરપાલિકાના બોર્ડ દ્વારા વહીવટી પ્લાન એસ્ટીમેન્ટ ની એસી કી તૈસી કરી પોતાની મનમાની ચલાવી શોપિંગ સેન્ટર બનાવ્યું જેની નગરપાલિકાની સામાન્ય સભામાં વિરોધ પક્ષના નેતા દ્વારા પાર્કિંગની જગ્યા અંગે પુછાતા પ્રમુખ શ્રી તથા મુખ્ય અધિકારી તરફથી કોઈપણ પ્રકારના જવાબ ના આપતા. નગરપાલિકાના 271 ના નિયમો મંજુર ન હોવા છતા બની બેઠેલા સેનેટરી ચેરમેન મહેન્દ્ર દેસાઈ તરફથી સામાન્ય સમસ્યા પ્રમુખશ્રી રજા વીના ચાલુ સભામાં જવાબ આપ્યો હતો કે મારા કહેવાથી પાર્કિંગની જગ્યા ઉપર સતળ બેસાડી દુકાનો બનાવેલ છે એ બનાવેલી દુકાનો અને દીવાલ નો વિવાદ ઉભો થતાં આજરોજ દુકાનોની દીવાલ તોડી પાડવામાં આવેલ છે તો શું બનાવેલ દુકાનો ની બનાવેલ દીવાલ ની રકમ તથા તોડવાની રકમ મુખ્ય અધિકારી તરફથી આદેશ કરેલ સેનેટરી ચેરમેન પાસેથી વસૂલ કરવામાં આવશે કે પછી આવા અનપઢ ચેરમેનો દ્વારા સરકારી તિજોરી ની રકમ નો દુર ઉપયોગ કરવામાં આવશે લોકોના મુખે ચર્ચાનો વિષય બન્યો છે કે મુખ્ય અધિકારી દ્વારા આદેશ કરનાર સનેટરી ચેરમેન તેને પાસેથી બાંધકામ થયેલ ખર્ચ તેમજ જેને તોડી પાડેલાં ખર્ચની રકમ વસુલ કરવામાં આવે.આમોદ નગરપાલિકા સત્તાપક્ષ દ્વારા આમોદ નગરજનો ને પાર્કિંગ ની જગ્યા ઉપર વોટ આવનાર ચાર મહિના પછી વોટ લેવાના આશ્રય થી સટલો બેસાડી દુકાનો બતાવી ગેર માર્ગે દોરી રહી છે. સત્તાપક્ષ દ્વારા જ શોપિંગ સેન્ટર ની નકશો બનાવેલ છે,અને તેનોજ દુરુપયોગ તે જાતે જ કરી રહી છે.પાર્કિંગ ની જગ્યા પર સટલો બેસાડી દૂકનો બનાવી દેવામાં આવી હતી, જ્યારે વિરુદ્ધ પક્ષના નેતા એ વિરોધ કરતા દુકાનો ની વચ્ચેની દીવાલો તોડી પાડવામાં આવી હતી..

Related Articles

Back to top button