ગુજરાતીઓ માટે સારા સમાચાર, 1 ઓક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જંગલ સફારી પાર્ક ખુલશે
નર્મદા : દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસી માટે જંગલ સફારી પાર્ક (Jungle safari park) બનાવવામાં આવ્યું છે. જે 18 ફેબ્રુઆરી 2020ના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કોરોના કાળમાં છ મહીનાથી બંધ કરવામાં આવ્યું હતું પરંતુ હવે કોરોના નીતિ નિયમો સાથે એક ઓક્ટોબર, 2020થી પુનઃ શરૂ કરવામાં આવશે. 375 એકરમાં ફેલાયેલ જંગલ સફારી પાર્કમાં 62 જાતનાં કુલ 1000 પ્રાણી પક્ષીઓનો સમાવેશ થયો છે.
ત્યારે 1 ઓકટોબરથી પ્રવાસીઓ માટે સફારી પાર્ક શરૂ થશે અને માત્ર ઓનલાઈન બુકીંગ કરાવનારને જ પ્રવેશ મળશે. એક કલાકમાં 50 પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. અત્રે ઉલ્લખનીય છે કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન સૌથી આશાસ્પદ પ્રોજેકટ જંગલ સફારી છે. ચાલુ વર્ષમાં જ સેંન્ટ્રલ ઝુ ઓથોરીટી, ન્યુ દીલ્હીની મંજૂરી બાદ વિશ્વકક્ષાનો સફારી પાર્ક પ્રવાસીઓ માટે પ્રાયોગિક ધોરણે ફેબ્રુઆરીમાં ખુલ્લો મુકાયો હતો.