સુરત : બાંગ્લાદેશની તરૂણી પર અત્યાચાર, દેહવિક્રય કરાવી ગોંધી રાખનાર મુંબઈની મહિલા ઝડપાઈ
સુરત પોલીસે થોડા દિવસ પહેલાં ભીમરાડ વિસ્તારમાં આવેલા સ્પામાંથી બાંગ્લાદેશની (Raid in spa) 14 વર્ષની તરુણી, પંજાબની 20 વર્ષની યુવતીને મુક્ત કરાવી હતી તે પૈકી બાંગ્લાદેશની તરુણીને ચેન્નઈથી મુંબઈ લાવી દેહવિક્રય કરાવ્યા બાદ સુરતમાં મોકલનાર મુંબઈની મહિલાની પોલીસે ધરપકડ કરી છે ધરપકડ કરી છે જોકે તરૂણીને સુરત મોકલનાર મહિલા પણ પોતે દેહવેપાર કરતી હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં પોલીસને અનેક નવા તાંતણા ખૂલવાની આશંકા છે. જોકે, બાંગ્લાદેશી તરૂણીને આપવિતી સાંભળીને કોઈને પણ દયા આવી જાય તેવી કહાણી છે. મહિલા તરૂણી પાસે દેહવિક્રય કરાવી અને તેને પૈસા પણ આપતી નહોતી અને તેને અગાઉ મુંબઈમાં ગોંધી રાખી તેની પાસે દેહવિક્રય કરાવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે.
સુરત ના અલથાણ ભીમરાડ કેનાલ રોડ ઉપર ઇન્ફીનીટી હબમાં નામ વિના ચાલતા એક સ્પામાં છાપો મારી સ્પાની આડમાં બાંગ્લાદેશની તરુણી અને પંજાબની યુવતીને ગોંધી રાખી દેહવિક્રય કરાવતા હતા. જોકે પોલસીએ આ બંને યુવતી ને મુક્ત કરાવી આ ગોરખ વેપાર કરાવતા બે સંચાલક અંકીત મનસુખભાઇ કથેરીયા અને વિજય નાગજીભાઇ પાધરા તેમને દેહવિક્રય માટે લાવતા એજન્ટ વિશાલ સંજય વાનખેડે ને ઝડપી લીધા હતા.