ગાંધીધામ તાલુકા ના કિડાણા ગામ મધ્યે વસાહત કરતા અનુસૂચિત જાતિના લોકો દ્વારા કચ્છ કલેકટર ને આવેદન પત્ર આપ્યું
Anil Makwana
ગાંધીધામ
રીપોર્ટર – પ્રકાશ ગરવા
આજરોજ તારીખ ૨૫/૦૯/૨૦૨૦ ના રોજ ગાંધીધામ તાલુકા ના કિડાણા ગામ મધ્યે વસાહત કરતા અનુસૂચિત જાતિના લોકો દ્વારા કચ્છ કલેકટર સાહેબ ને આવેદન પઠવામાં આવ્યું હતું જેમાં રેવન્યુ સર્વે નંબર ૧૨૮ માં આવેલ પૃથ્વીનગર ( કિસ્મત રેસીડેન્સી ) સોસાયટી ના પ્લોટ નં. ૧ થી ૧૦ ના મકાનો ની પાછળ પશ્ચિમ દિશા માં સાર્વજનિક ગાર્ડન પ્લોટ બી ક્ષેત્રફળ ૧૫૪૪ ચોરસ મીટરવાળા ઉપર અમુક માથાભારે અને અસામાજિક તત્વો દ્વારા ગેરકાદેસર કબ્જો કરવા ની કોશિશ કરવા માં આવી રહી છે એ રોકવામાં આવે નહિ તર એનું પરિણામ અતિ ગંભીર આવશે અને આ વિષય સંદર્ભે અમુક લુખ્ખા અસામાજિક તત્વો કે માથાભારે લોકો દ્વારા સાર્વજનિક પ્લોટ બી ઉપર બિનઅધિકૃત પ્રવેશ ન કરે એ માટે સોસાયટી ના સભ્યો સાથે મળી ને કાંટા ની તાર ફેન્સિંગ કરેલ છે. જેથી આ જગ્યા એ સાફસફાઈ કરી તેમાં વડીલો બાળકો તેમાં શાંતિ થી રમી સકે બેસી સકે તેમજ કોઈ પણ સામાજિક કે સોસાયટી નું પ્રસંગ ની ઉજવણી કરી શકે તે અનુસંધાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ગાંધીધામ તાલુકા ના કિડાણા ગામ ના પંકજભાઈ નોરિયા , વિશાલ પંડ્યા , એડવોકેટ સુરેશ ગરવા અને કિડાણા ગામ ના અનુસૂચિત જાતિ ના જાગૃત લોકો જોડાયા હતા અને ભવિષ્ય માં કોઈ પણ અસામાજિક કે માથાભારે લોકો દ્વારા અડચણ કે ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ બાબતે તંત્ર ને ધ્યાન આપવુ