અમદાવાદ: ઇસ્કોન બ્રિજ પાસે ચાલકે PSIના પગ પર કાર ચઢાવી દીધી, પોલીસે કાર અટકાવવાનો કર્યો હતો ઈશારો
અમદાવાદ: ટ્રાફિક નિયમો ને તોડીને ભાગી રહેલા વાહન ચાલકોને જ્યારે અટકાવવામાં આવતા હોય છે ત્યારે તેઓ પોલીસ પર વાહન ચઢાવી દેતા હોવાના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાતા રહે છે. હવે આવો જ એક બનાવ સેટેલાઇટ વિસ્તાર માં બન્યો છે. ઇસ્કોન બ્રિજ નજીક એક કારને અટકાવવા જતાં કાર ચાલકે પી.એસ.આઈના પગ પર કાર ચઢાવી દીધી હતી. જે બાદમાં પી.એસ.આઈને પગલમાં ફ્રેક્ચર (Fracture) આવ્યું છે. આ બનાવ બાદ પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.આર.બાથમ ગુરુવારે સાંજના સમયે સ્ટાફ સાથે ઇસ્કોન બ્રિજ નીચે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન કર્ણાવતી કલબ તરફથી રજીસ્ટ્રેશન નંબર GJ 01 KS 2335 આઇ 20 કારના ચાલકને કાર રોકવા માટે ઈશારો કર્યો હતો. જોકે, કાર ચાલકે કાર રોકવાને બદલે કારને પૂરપાટ હંકારી મૂકી હતી અને ડ્રાઇવર સાઈટની બાજુનું કારનું ટાયર પી.એસ.આઈના પગ પર ચઢાવી દીધું હતું. પી.એસ. ઈને ઇજા પહોંચતા તેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પી.એસ.આઈના પગમાં ફ્રેક્ચર હોવાનુ જાણવા મળ્યુ હતું.