સુરત : વરાછામાંથી મળી આવેલા મૃતદેહ મામલે પર્દાફાશ, ફટકા મારી યુવકની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ
સુરતમાં વરાછામાં મોબલિંચીંગની ઘટના આવી સામે એક યુવાન ચોરીના વહેમ રાખીને એટલી હદે મારવામાં આવ્યો કે જેના કારણે તેનું મોત થયું છે જોકે યુવકની લાશ માંડ્યા બાદ પોલીસે આ યુવાનું પીએમ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. યુવાન લાશ મળી હતી તે વિસ્તારના સીસીટીવી ચેક કરતા યુવાને માર મારવાની ઘટના સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આમ એક અજાણી લાશ મળ્યા બાદ પોલીસની પ્રાથમિક તપાસમાં જ મોબ લિંચિંગ જેવી વિકૃત ઘટનાનો પર્દાફાશ થયો છે. જોકે, સુરત શહેરમાં છાશવારે થતી હત્યાઓમાં વધુ એક હત્યાનો વરાછા વિસ્તારમાં ઉમેરો થયો છે.
બનાવની વિગત એવી છે કે શહેરના પુણાની હદ્દમાં સરદાર માર્કેટના ગેટ પાસે 22 તારીખે એક અજાણ્યા 25 વર્ષીય યુવકની લાશ મળી હતી. પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી લોકોની પૂછપરછ તેમજ સીસીટીવીના ફુટેજ તપાસ્યા હતા. એટીસી નામની ફળની દુકાનના સીસી કેમેરા તપાસતા કેટલાક લોકો અજાણ્યાને ટેમ્પોમાં લાવી દુકાનમાં ઘસડીને લઈ જાય છે. ત્યાં ગોંધી રાખીને કેટલાક લોકો તેને ઢોર માર મારે છે.