गुजरात
સુરત : હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ, રફની ખરીદી માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્ શરૂ કરવાની માંગ
સુરત : સુરતમાં ચાર મહિના બંધ રહેલું હીરાનું માર્કેટ ફરી શરૂ થયું છે. આ સ્થિતિમાં હીરા ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. જોકે, આ તેજીને બરકાર રાખવામાં એક સમસ્યા સામે આવી રહી છે. હાલમાં ભારતમાં કોરોનાના કેસની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, તેવામાં હીરા ઉદ્યોગને તેજી (Boom in Diamond industry) પર લઈ જવા માટે રફ ડામંડની ખરીદી કરવી આવશ્યક બને છે. જોકે, આ ખરીદી આડે આંતરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો પ્રતિબંધ નડી રહ્યો છે.
આ મામલે જેમ્સ એન્ડ જ્વેલેરી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના રિજનલ વડા અને સુરતના જાણીતા ઉદ્યોગકાર દિનેશ નાવડિયાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ‘સુરતમાં જે પોલિસીંગની ઇન્ડસ્ટ્રી છે, તેના માટે રફ હીરાની આવક ખૂબ જરૂરી છે. આ રફ હીરા ખરીદવા માટે વેપારીઓ જાતે જ સાઉથ આફ્રિકા, કેનેડા, બ્રસેલ્સ, રશિયા, બોટ્સવાના કે દુબઈ જતા હોય છે.’