गुजरात
સુરત : ONGC કંપનીના ગેસ પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગ પર મેળવાયો કાબૂ, કોઇ જાનહાની નથી
સુરત : સુરતના હજીરા વિસ્તારમાં આવે ONGC કંપનીમાં ગુરૂવારે સવારે 3 વાગે બ્લાસ્ટ (fire with blast) થયા બાદ ભીષણ આગ લાગી હતી. ઓએનજીસીના એક ગેસ પ્લાન્ટમાં આ આગ લાગી હતી. જોકે બ્લાસ્ટ થતાની સાથે સુરત લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ આગ ઘણી જ વિકરાળ હતી જેના ધૂમડાના ગોટેગોટા દૂરદૂરથી જોઇ શકાતા હતા. ફાયરની ટીમના પ્રયત્નો બાદ હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઓએનજીસીએ પણ ટ્વિટ કરીને માહિતી આપતા જણાવ્યું છે કે, આ આગ કાબુમાં લેવાય ગઇ છે. આગને કારણે કોઇ જાનહાનીનાં સમાચાર નથી. એક ચર્ચામાં ચાર કર્મચારીઓ ગૂમ થયાની વાત પણ વહેતી થઇ હતી .આ આગમાં જાનહાની અંગે હાલ અધિકારીક રીતે કોઇ સમાચાર સામે આવ્યાં નથી.