દ્વારકાના રૂપેણ બંદર ઉપર આઉટલેટ એન્જિન મશીન માં ટેક્સ ચોરી તેમજ સબસીડી ચોરી નું મસમોટું કૌભાંડ દ્વારકા પોલીસ દ્વારા ઝડપાયુ…
દ્વારકા પોલીસ દ્વારા રૂપેણ બંદર પર આઉટલેટ એન્જિન મશીન બારોબાર વેચી નાખવાના કોભાંડ નો પર્દાફાસ કરતી દ્વારકા પોલીસ...
દ્વારકા
રિપોર્ટર -વિતલબેન પીસાવાડિયા
દ્વારકાના રૂપેણ બંદર છેલ્લા કેટલાય સમયથી માછીમારીની બોટમાં લગાડવામાં આવેલા આઉટલેટ એન્જિન મશીનમાં ટેક્સ ચોરી તેમજ સબસીડીનુ મસમોટું કૌભાંડ કરાતું હોવાના અહેવાલ મલતા દ્વારકા પોલીસ દ્વારા ગતરાત્રીના ચાર શખ્સોને બિલ વગરના યામાહા કંપનીના ચાર મશીનો સાથે 4 શખ્સોને દ્વારકા પોલીસે ઝડપી પાડયા છે.
પકડાયેલ શખ્સમાં મનસુખભાઇ નાથાલાલ બારાઇ, સદામ જાકુબ શમા, કરીમ કમાલ શમા, અનવર આલી ભેસલીયાને કલમ 41 (1) મુજબ ઝડપી લેવામાં આવ્યા છે. દ્વારકાના રૂપેણ બંદરના અમુક દલાલો દ્વારા રાજ્ય બહારથી આઉટલેટ એન્જિન મશીન યામાહા કંપનીના બોગસ સબસીડી તેમજ વગર બિલના મશીન મંગાવી દ્વારકાના રૂપેણ બંદરમાં ગેરકાયદેસર રીતે વેચી નાખતા હોય? આ મશીનોની કંપનીની કિંમત અંદાજિત એક લાખ 72 હજાર જેવી હોય જ્યારે દ્વારકાના રૂપેણ બંદરમાં આવેલા અમુક ચોક્કસ દલાલો દ્વારા આ મશીન કંપનીના ભાવ કરતા પણ ઓછી કીંમતમા વેચી નાખતા હોવાનું ખાનગી વર્તુળોમાં જાણવા મળેલ ત્યારબાદ આ સમગ્ર મામલે દ્વારકાના રૂપેણ બંદર માં ચર્ચાનો વિષય જોરથી ઉઠી રહ્યો હોય આ સમગ્ર બનાવની જાણ ઉચ્ચકક્ષા સુધી પહોંચતા ઉચ્ચ કક્ષાએથી દ્વારકા પોલીસ પર ફરજ બજાવતા પીએસઆઇ ગજેન્દ્ર સિંહ ઝાલા ને તપાસ કરવાના આદેશો આવતાં ગતરાત્રીના પીએસઆઇ ગજેન્દ્ર સિંહ ઝાલા દ્વારા દ્વારકાના રૂપેણ બંદર તેમની પોલીસ ટીમના કાફલા સાથે રૂપણ બંદરના દંગાઓમા જઇને અચાનક તપાસ કરતાં એક દલાલ તેમજ ત્રણ થી ચાર શખ્સો અને ચાર યામાહા કંપનીના મશીનો પોલીસ દ્વારા પકડવામાં આવેલ આ દલાલ અને શખ્સોને દ્વારકા પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ સાથે હાજર કરતા તેમની આકરી પૂછપરછ પણ કરાતા હજી વધુ આ ગેરકાયદેસર મશીનો બિલ વગરના કેટલા આવા મશીનો હોય તેમની ચોક્કસ તપાસ હાથ ધરવામાં આવનાર છે.આ સમગ્ર આ મામલે દ્વારકાના રૂપેણ બંદર માં ભયનો ફફડાટ ફેલાતા આવા ગેરકાયદેસર મશીનો વેચવાનો વેપલો કરતા અમુક દલાલો પોલીસના આવવાથી ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેઓ રૂપેણ બંદર ના લોકોમાં અંદરો અંદર ચર્ચા ચાલી રહી છે.