गुजरात

આમોદ ડી.જી.વી.સી.એલ ની ગંભીર બેદરકારી થી પુરસા નવીનગરી ના લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે..

Anil Makwana

આમોદ

રિપોર્ટર – જાવીદ મલેક

આમોદ પંથકમાં ડીજીવીસીએલ અધિકારી અંકિત પટેલનો અનગઢ વહીવટના કારણે પંથકમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાય છે,દિવસે દિવસે આમોદ શહેર ની સાથે સાથે હવે ગામડા ઑ મા પણ digvcl ની ગંભીર બેદરકારી સ્પષ્ટ દેખાય છે. જો આમોદ તાલુકા મા DGVCL તરફથી ચોમાસા પહેલાં મેન્ટેનન્સ કરવું6આવ્યું હોત તો આજે આમોદ શહેર અને તાલુકાના ગામડાંઓ ની આટલી ગંભીર પરિસ્થિતિ ના હોત. ઘણી જગ્યાએ વીજ પાવર ડીમ ફૂલ થતાં ઇલેક્ટ્રિક સાધનો જેવા કે ફ્રીજ,ટીવી,પંખા જેવા સાધનો ફૂંકાઈ જવાના બનાવ બનતા જ રહે છે તો કેટલાય લોકોને આખા દિવસ અને આખી રાત અંધકારમાજ ગુજારવી પડે છે આ સમસ્યા ઉધભવાથી DGVCL ની પ્રીમોન્સૂન કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે એક બાજુ કોરોના મહામારીના કારણે ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બને છે અને બીજી બાજુ મચ્છરના ત્રાસથી બીમારી ફેલાવાનો ભય નગરજનોને સતાવી રહ્યો છે સ્થકનિકોનું કહેવું છે કે આ DGVCL માં જે જૂના હેલ્પર હતા તેઓની બદલી કરી આપતા નવા આવેલ હેલ્પરોને સમસ્યાનો ફોલ્ટ જલ્દીથી મળતો નથી તદુપરાંત DGVCL ના કર્મચારીઓ પ્રજાને યોગ્ય જવાબ પણ આપતા નથી નગરમાં વારંવાર વીજળી ડૂલ થવાના બનાવ બને છે જેની રજૂઆત નગરજનો દ્વારા DGVCL માં કરવા જતા ડેપ્યુટી એન્જીનીયર હાજર ન હતા જેથી નગરજનો વિલા મોઢે પરત ફર્યા હતા અને ત્યાર બાદ ટેલિફોનિક ફરિયાદ કરતા તેઓને યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો. તાજેતરમાં ઘમણાંદ ગામે ચાર-પાંચ દિવસથી લાઈટ ન હોવાના કારણે મેન્ટેનન્સ માટે ગયેલ કર્મચારીઓને ઘમણાંદ ગામે ગ્રામજનો દ્વારા કર્મચારીઓનો ઘેરાવો કર્યો હતો જેના કારણે DGVCL ના કર્મીઓએ તાત્કાલિક ધોરણે કામગીરી કરી આપી હતી. આમોદ નગરના પૂરસા રોડ નવી વસાહટના રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે જો DGVCL નો આજ રીતે વહીવટ રહેશે તો નગરજનો ભેગા થઈને DGVCL ઓફિસ ઉપર હલ્લાબોલ કરી પથ્થર મારો કરવાની પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી હવે જોવું એ રહ્યું કે DGVCL ના અધિકારીઓ નગરજનોની સમસ્યાનું નિરાકરણ લાવે છે કે પછી હલ્લાબોલ થવાની રાહ જોવે છે એતો આવનાર સમયજ બતાવશે..

Related Articles

Back to top button