गुजरात

જેતપુરમાં એક મુસ્લિમ યુવાન હિન્દૂ યુવતીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાનો લવજેહાદના બનાવ અંગે યુવતીના માતાપિતાએ જિલ્લા પોલીસવડાએ રજુઆત કરી હતી.

Anil Makwana

જેતપુર

રિપોર્ટર – રાહુલ વેગડા

મેટ્રો સિટીમાં બનતા લવજેહાદના બનાવો હવે નગરપાલિકા કક્ષાએ પણ સામાન્ય બનાવોની જેમ બનવા લાગ્યા છે. આવા લવજેહાદના બનાવો વધી જતાં સરકાર દ્વારા આંતરધર્મિય લગ્ન માટે સ્પેશ્યલ મેરેજ એકટ બનાવેલ જેમાં એક ધર્મના યુવક યુવતીએ બીજા ધર્મના યુવક યુવતી સાથે લગ્ન કરવા હોય તો કલેકટરની પૂર્વ મંજૂરી લેવી પડે. પરંતુ આ કાયદાને પોલીસની કામ કરવાની નિષ્ક્રિતાએ બુઠો બનાવી દીધો છે. જેના ઉદાહરણ તરીકે ત્રણ મહિના પૂર્વે જેતપુરમાં જ રહેતી અલકાબેન અરવિંદભાઈ પરમાર નામની હિન્દૂ યુવતી સાથે ઇકબાલ હાસમ સોરા નામના પરિણીત મુસ્લિમ યુવકે કાયદેસરના લગ્ન થઈ શકે તેમ ન હોવાથી “સેવા કરારના કરીને ભગાડી ગયો અને આવા કરાર નોટરીને કરવાની સત્તા જ ન હોવા છતાં નોટરીએ આવા કરાર કરી આપ્યા. 

આવા ગેરકાયદેસર કરારોને કારણે જ લવજેહાદને બનાવોને વધવા લાગ્યા છે જેમાં જેતપુર શહેરના રાજેશ્વરી સોસાયટીમાં રહેતી ચાંદની પ્રવીણભાઈ દત્તા નામની યુવતીને જાગૃતિ નગર વિસ્તારમાં રહેતો ઈરફાન યુનુસખાન પઠાણ નામનો યુવક ભગાડી ગયેલ છે. અને આ યુવકે થોડા સમય પૂર્વે કલેક્ટરમાં સ્પેશ્યલ મેરેજ એકટ હેઠળ લગ્ન કરવાની અરજી જે અંગેની યુવતીના પિતાને જાણ થઈ જતા તેમની વાંધા અરજીને કારણે લગ્ન શક્ય બન્યા ન હતા. જેથી આ યુવકે ગત તારીખ ૧૫ના રોજ યુવતીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયેલ અને મૈત્રી કરાર જેવો ગેરકાયદેસર કરાર કરી લીધો. આ અંગે યુવતીના પિતાએ જિલ્લા પોલીસવડાને લેખિત મૌખિક રજુઆત કરી પોતાની પુત્રી ઘરેથી કપડાં, મોબાઈલ, સોનાનો ચેઇન, બુટી, વીટી તેમજ ૨૧ હજાર રોકડ સહિત કુલ બે લાખનો મુદ્દામાલ લઈને ચાલી ગઈ છે. જેથી આ બધા દાગીના વેચીને પૈસા પુરા થઈ જશે તો પોતાની પુત્રીને પણ વેચી નાખશે તેવી દહેશત હોવાથી પુત્રીને બચાવી લેવા કાકલૂદી કરી હતી

Related Articles

Back to top button