गुजरात

સુરત : રત્નકલાકારને લાખો રૂપિયાના હીરાની ચોરી જબરદસ્તી કબૂલ કરાવવા ઢોર માર માર્યો, પત્નીએ પોલીસ વિરુદ્ધ આપી ફરિયાદ

સુધરે એ બીજા આ કહેવત હાલ સુરત પોલીસ પર ફીટ બેસી રહી છે કારણકે થોડા દિવસ પહેલા દુર્લભ પટેલ આપઘાત મામલે રાજ્ય ભરમાં ચકચાર મચેલા કેસમાં રાંદેર પોલીસ અરજીના આધારે દુર્લભ ભાઈને પોલીસ સ્ટેશન બોલાવી હેરાન કરવા સાથે ટોર્ચર કરતા દુર્લભ ભાઈ દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. જમીનના રૂપિયા કઢાવવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું ત્યારે હવે સુરતના કતારગામ પોલીસે હીરા કઢવવા માટે એક યુવાનને પોલીસ સ્ટેશન બોલાવી માર મારી ટોર્ચર કરવાની ઘટનામાં તેની પત્ની દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે

ચોરી થયેલા હીરા કઢવવા માટે એક યુવાનને પોલીસે માર મારવાની ઘટના સામે આવી છે. સુરતના કતારગામ પોલીસે એક હીરા વેપારી સાથે મળીને કતારગામ લક્ષ્મીધામ ખાતે રહેતા અને હીરા વેપાર સાથે જોડાયેલા ભરત ભાઈ મોરડીયા ને પોલીસ કોઈ પણ વાંક વગર તારીખ 14 મીના રોજ ઘરેથી લઇ ગયા બાદ આ યુવાનને પોલીસે ઢોર માર મારીને છોડી મુક્યો હતો. જોકે આ યુવાન વિરુદ્ધ કોઈપણ કોઈ ફરિયાદ નહિ હોવા છતાંય પોલીસ દ્વારા તેને હેરાન કરવામાં આવતો હવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

ભરત ભાઈને પોલીસે મારેલ જગ્યા પર દુખાવો થતા તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવતા તેમની પત્ની સોનલ બેન દ્વારા આ મામલે પોલીસ કમિશનરને ફરિયાદ લેખિતમાં કરવામાં આવી છે. ત્યારે પોલીસે પોતાનો બચાવ કરતા આ યુવાન જે કારખાનામાં કામ કરતો હતો ત્યાં લાખોના હીરા ચોરી થયા હોવાની માલિકે લેખિતમાં ફરિયાદ કરી હોવાનો બચાવ કર્યો છે.

Related Articles

Back to top button