गुजरात
અમદાવાદ : જો તમારા પગે પડીને કોઈ અજાણ્યો માણસ માફી માંગવા આવે તો ચેતજો, ચેતવણીરૂપ કિસ્સો
અમદાવાદ – મારા છોકરા ને કેમ માર્યો, મારા છોકરા ને ઉંચકીને ફેંકવાનો પ્રયાસ કેમ કર્યો આવા અલગ અલગ બહાના બતાવી ને જો કોઈ તમારા પગે પડી કગરીને માફી માંગવા નો પ્રયાસ કરે તો ચેતી જજો, ક્યાંક આ ગઠીયા ના ઠોંગ તમને ભારે પડી શકે છે. આ ગઠીયા એ શહેર ના પૂર્વ વિસ્તાર માં આતંક મચાવ્યો છે. શહેર ના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તાર માં આવો વધુ એક બનાવ સામે આવ્યો છે.
શ્રીરામ ચોક પાસે રહેતા પ્રદીપભાઈ સૈજવાણીએ પોલીસ ફરિયાદ આપી છે કે આજે વહેલી સવારે તેઓ તેમના પિતા ના ઘરે ગયા હતા અને ત્યાંથી રૂપિયા 60 હજાર રોકડા લઈ ને ભવાની ચોક તરફ ના રસ્તા પર જઈ રહ્યા હતા. ત્યારે એક એક્સેસ ચાલક તેમની નજીક માં આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે મારા છોકરા ને ઉંચકી ને ફેંકવાનો પ્રયાસ કેમ કર્યો.