गुजरात

દમણથી આવતા દારૂ સાથે ઝડપાયેલા પાર્થ ખંભોળજા અંગે ડાકોર મંદિરે કરી સ્પષ્ટતા, કહી આ વાત

પારડી : રણછોડરાયજી ડાકોરના મંદિર ડાકોર મંદિરનાં ભોજનાલયનો કોટ્રાક્ટર પાર્થ ખંભોળજા વિદેશી દારૂ ની બોટલ સાથે ઝડપાયો હતો. દમણથી  આવતા સમયે દારૂની બોટલો સાથે ધરપકડ થઈ છે. જોકે, આ ઘટનામાં ઝડપાયેલા શખ્સની ધરપકડ વખતે પોલીસને પણ માહિતી નહોતી કે તે ડાકોર મંદિર સાથે જોડાયેલો છે. જોકે, તપાસમાં હકિકતો બહાર આવતા હડકંપ મચ્યો હતો. દરમિયાન આ અહેવાલો વહેતા થયા બાદ ડાકોર મંદિર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.

બનાવની વિગતો એવી છે કે પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ ગોઠવ્યું છે. નિત્યક્રમ મુજબ દમણથી આવતા વાહનોનું અહીંયા ચેકિંગ થઈ રહ્યું હતું ત્યારે એક શખ્સ પાસેથી 9 હજાર રૂપિયાની કિંમતની દારૂની 4 બોટલ મળી આવી હતી. જોકે, આ મોંઘાદાઠ જારૂ સાથે ઝડપાયેલા શખ્સ પર પોલીસ પ્રોહિબિશનના કાયદા હેઠળ કાર્યવાહી કરી હતી

પોલીસની તપાસમાં માહિતી સામે આવી હતી કે ઝડપાયેલા શખ્સનું નામ પાર્થ ખંભોળજા છે અને તે ડાકોર રણછોડરાય મંદિરનો ભોજનાલયનો કોન્ટ્રાક્ટર હોવાનું સામે આવ્યું હતું. જોકે આ બાબતે ડાકોર મંદિર પ્રસાશને સ્પષ્ટ ના કહી હતી. મંદિર પ્રસાશન મુજબ પાર્થ ખંભોળજાનો ભોજનાલયનો કોન્ટ્રાક્ટ ગત 31મી જાન્યુઆરીએઅ પૂર્ણ થયો છે. ડાકોર મંદિરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ છતાં ડાકોર મંદિરના ભોજનાલયનો કબજો પાર્થ ખંભોળજા ડાકોર મંદિરને સોપતો નથી

Related Articles

Back to top button