જૂનાગઢ સિવિલની લોલમલોલ ને સુધારવા. અને પ્રજાને વધુ સુવિધા પ્રજાને મળી રહે તે હેતુ થી જૂનાગઢ કલેકટર અને ડીડીઓએ લીધી સિવિલની મુલાકાત હવે આયોજન બદ્ધ થશે કામગીરી જ્યારે તંત્ર જાગતા જૂનાગઢ સિવિલ અધિકરીઓનું ગેંગેફેફે
anil makwana
જૂનાગઢ
રિપોર્ટર – વનરાજ ચૌહણ.અશોક બારોટ
જુનાગઢ માં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જાય છે.ત્યારે જૂનાગઢ નું સિવિલ તંત્ર ધોર નિંદ્રામાં હતું અને દર્દીઓના સગા દ્વારા ઘણા સમય થ્યા. ફરિયાદી કરવામાં આવી હતી અને કોરોના વોર્ડમાં પણ દર્દીઓને પડતી હાલાકીના વિડિઓ વાયરલ થતા આવ્યે છે અને થોડા સમય પહેલા કોરોનાને દર્દી ની લાશ બાથરૂમમાં કલાકો સુધી રઝળતી જોવા મળી હતી ત્યારે આ બધી બાબતોને ધ્યાને લઇ જિલ્લાના કલેક્ટર પારધી . તથા ડી.ડી.ઓ ચૌધરી ખુદ આજે સિવિલ ના અધિકારીઓ ને સાથે રાખી સિવિલની વાસ્તવિકતાનું વાતાવરણ નજરે જોવા જુનાગઢ સિવિલ પહોંચ્યા હતા.
જૂનાગઢ કલેકટર તેમજ ડીડીઓ દ્વારા દર્દીઓના સગાઓને રૂબરૂ મુલાકાત લઈ તેઓની સમસ્યાઓ સાંભળી જવાબદાર સિવિલ અધિકારીઓ ને તાત્કાલિક ધોરણે આ પ્રશ્નોના નિકાલ નિકાલ માટેની સૂચનાઓ આપવામાં આવી હતી અને કોરોના દર્દીઓને કોઈ ઓણ હાલાકી ભોગવવી ના પડે તે હેતુથી કોરોના હેલ્પલાઇન ના ભાગરૂપે કોરોના પોઝીટીવ આવેલ હોય અને જેમની સારવાર સિવિલમાં ચાલતી હોય તેવા દર્દીઓના સગા દર્દીની પૂછ પરછ કરી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.. વધુમાં જૂનાગઢ કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે વહેલામાં વહેલી તકે જૂનાગઢની પ્રજા ના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવશે ને કોઈ પણ પ્રકાર ની સગવડો થી જુનાગઢ પ્રજા વંચીત નહીં રહી.. જ્યારે એક તરફ કોરોનામાં મૃત્યું પામેલ એક દર્દીના સગાએ ફરિયાદ કરતા કલેકટરને જણવ્યું હતું કે તેમના સગાનું કોરોનાથી મૃત્યું થયું હતું ત્યારે એમના કાનના ઘરેણા ગાયબ હતા ને તે પરત આપેલ નથી તો આ પણ એક સિવિલ સિકયુરિટી સામે સવાલ ઉભો થયો છે ત્યારે સીસી.ટીવી ફૂટેજ જોય યોગ્ય તપાસની ખાતરી કલેકટર સૌરભ પારઘી તેમજ ડીડીઓ ચૌધરીએ ખાતરી આપી હતી.. સિવિલના તંત્રને જગાડવા અને વધુ સુવિધાઓ પ્રજાને મળે આ હેતુ થી આજે કલેકટર અને ડીડીઓ ની આ મુલાકતે ફરી પ્રજામાં એક આશા જીવંત કરી છે કે હવે જુનાગઢ કોરોનાની મહામારી માંથી મુક્ત થશે…