શ્રીકૃષ્ણનગર ચોબારી માં ભેંસોમાં બીમારી થી ગામ ઘણી ભેંસો મૃત્યુ પામી.ગામ લોકો માં ભય નો માહોલ
Anil Makwana
ભચાઉ
રીપોર્ટર – નરસિંહ મેવાડા
શ્રીકૃષ્ણ નગર. ચોબારી સરપંચ શ્રી વેલજીભાઈ જગાભાઈ ઢીલા આ ગામમાં દસ-બાર દિવસમાં આ ગામમાં ભેંસો ઘણી મરી ગય છે ગામ મા કુલ 110 જેવી પાડી છે અંદાજ એવો છે પશુપાલક ના મત પ્રમાણે મોટી એક બીમારી ( વાઇરસ જન્ય ) આવી છે બેસણામાં ડોક્ટરનો જણાયા મુજબ તેમની સાફ-સફાઈ રાખો મોસમ ના અસરના કારણે માખી અને મચ્છરનો ના ઉપદ્રવના કારણે પેશાબમાં લોહી આવે તો તાત્કાલિક સારવાર કરો
સારવાર ન મળવાથી થોડાક સમયમાં તેમનું મૃત્યુ થઈ જાય છે સરકારશ્રીના પશુપાલન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા પછી પશુપાલકો ને સહાય ની ચુકવણી કરવામાં આવે તેવું પશુપાલકો તંત્ર પાસે અમારી ગામલોકોની રજૂઆત છે પહેલા તો કોરોનાની મહામારી બીમારી બીજા નંબરમાં ઘણો વરસાદ થયો પાકને પણ નુકસાન થયું ખેતી ધોવાઈ ગય બધો પાક નિષ્ફળ ગયો. ત્રીજા નંબરમાં ભેંસોની અગમ્ય કારણસર બીમાર પડી પશુપાલકોની સરકાર શ્રી ને નમ્ર વિનંતી છે આપે તાત્કાલિક આ ગામમાં સર્વે કરે સહાય ની ચુકવણી થાય એવી લોકોની માંગ ઉઠવા પામી છે તંત્રને બે હાથની જોડીને પશુપાલન વિનંતી કરવામાં આવે છે