ક્રાંતિ સંગઠન દ્વારા ખેડૂતો ને અતિભારે વરસાદ અને પુરના કારણે થયેલ પાક નુકશાનનું પૂરું વળતર જમીન ધોવાનનું વળતર તેમજ પાકધીરણ લોન માફ કરવા જૂનાગઢના ક્લેક્ટર ને અપાયું આવેદન પત્ર…
Anil makwana
જૂનાગઢ
રિપોર્ટર – વનરાજ ચૌહાણ. અશોક બારોટ
ક્રાંતિ સંગઠન ના ભરતસિંહ ઝાલા તેમજ જૂનાગઢના જગતત્તાત ડિજિટલ ના ખેડૂતયોદ્ધાઓ દ્વારા ખેડૂતો ને અતિભારે વરસાદ અને પુરના કારણે થયેલ પાક નુકશાનનું પૂરું વળતર જમીન ધોવાનનું વળતર તેમજ પાકધીરણ લોન માફ કરવા જૂનાગઢના ક્લેક્ટર ને અપાયું આવેદન પત્ર. ચાલુ વર્ષ 2020 ખરીફ સીઝનમાં જુલાઈના છેલ્લા અઠવાડિયા8થી સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં સુધી સતત વરસાદ અને પુરના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને કોઈ પણ જાતનું ઉત્પાદન થયેલુ નથી. અને જમીન ધોવાણ થતા ફરીથી ઉત્પાદન શક્ય નથી ત્યારે આવી સ્થિતિમાં પાક નુકશાની પેટે ખેડૂતોને એકરે 25.000 અને જમીન ધોવાણ એકરે,50.000 ચુકવવામાં આવે .તેમજ ચાલુ વર્ષમાં ખેડુતોએ લીધેલ પાક ધિરાણ લોન ખેતી ખર્ચમાં વપરાય ગય હોય .તેથી ખેડૂતોના પરિવારને જીવન જીવવામાં મુશ્કેલી પડતી હોય આ બાબતને ધ્યાન માં લઇ ખેડૂતોના પાકધીરાણ લોન માફ કરી નવું ધિરાણ આપવા તથા કુદરતી આપતી જમીન ધોવાણ ના 50.000 પાક નુકસાનના 25.000 દિવસ પંદર માં જિલ્લાના તમામ ખેડૂતોને નાણાં ચૂકવવા રજૂઆત કરી હતી… હાલ ખેતરોમાં પાણી ભરાયેલા હોય નુકશાની પુર ઝડપે આવી ખેડૂતોના જીવનને અંધકારમય બનાવી દીધેલ હોય તો આ તકે ખેડૂતોને યોગ્ય સહાય કરવામાં નહીં આવે તો ખેડૂતોને માત્ર આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહિ હોય ..