જેતપુરમાં કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા પાલિકાની સેનેટરાઇઝ શાખા દ્વારા સરાહનીય કામગીરી. શહેરની મુખ્ય ભીડભાડ વાળી જગ્યાઓ સેનેટરાઇઝ કરાઈ.
આજે વહેલી સવારે સમગ્ર શહેરની મુખ્ય જગ્યાઓ પર દવાનો છટકાવ કરાયો.
જેતપુર
રિપોર્ટર – રાહુલ વેગડા
જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં કોરોનાનો આંકડો દિનપ્રતિદિન વધતો જ જાય છે.અને અનલોક થયા પછી લોકોને એકઠા થવા રોકવા કે ચુસ્તપણે સામાજિક દુરીનું પાલન અશક્ય બનતું હોય છે.આ બધી બાબતોને ધ્યાનમાં લઈને જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા જેતપુરની તમામ મુખ્ય જગ્યાઓ કે જ્યાં લોકો સૌથી વધુ ભેગા થઈ શકે જેમ કે બસ સ્ટેન્ડ, કણકીયા પ્લોટ, એમજી રોડ,મુખ્ય બજારો અને રસ્તાઓ પર વહેલી સવારે દવાનો છંટકાવ કર્યો હતો.
એસ.આઈ ટાટમિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે આવા વાતાવરણ રોગચાળાને વધુ વેગ મળતો હોય છે જેથી જરૂર લાગતા આજે વહેલી સવારે તમામ મુખ્ય સ્થળોને સેનિતાઈઝ કર્યું તેમજ આગળ પણ આવી કામગીરી હાથ ધરવામાં આવતી રહેશે. વધુમાં જણાવતા કહે છે કે આવી મહામારીમાં તંત્રને લોકો સાથ આપે,લોકો સ્વયં જાગૃત થાય અને તંત્ર દ્વારા આપેલી સુચનાઓ/માર્ગદર્શિકાનું પાલન કરે તો ચોક્કસપણે કોરોના સંક્રમણ ઘટાડી શકાય છે.