જંબુસર તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટેનું અને જિલ્લા પંચાયતની ૪ બેઠકનું જાહેરનામુ પ્રસિધ્ધ થતા. કહી ખુશી કહી ગમ..
Anil makwana
જંબુસર
રીપોટર – ફારુક સૈયદ
આગામી નવેમ્બર માસમાં યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બેઠકો જાહેર કરવામાં આવી છે. નવી ફાળવણી પ્રમાણે જંબુસર તાલુકા પંચાયતની ૨૨ બેઠકો અને તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની ૪ બેઠકોનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જો કે કેટલીક જગ્યાએ બેઠકોની જાહેરાતને લઈને ઉમેદવારોના મોઢા વંકાયા છે. તો કેટલીક જગ્યાએ ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. જેને લઈને અત્યારથી જ કેટલાક ઉમેદવારોએ પોતાને જે તે બેઠકનો ઉમેદવાર સમજી ચૂંટણી લડવાનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તો કેટલાક ઉમેદવારોએ અત્યારથી જ વિવિધ પક્ષોના મહારથીઓનો ટિકિટ મેળવવા સંપર્ક કરવાનું શરૂ કરી દીધો છે.ચૂંટણી આયોગના સચિવ દ્વારા કરવામાં આવેલ જાહેરનામા મુજબ ફાળવવામાં આવેલ બેઠકોના પ્રકાર નીચે પ્રમાણે છે.
મતદાર મંડળ નું નામ બેઠકનો પ્રકાર
(1) ભડકોદ્રા સામાન્ય સ્ત્રી
(2) ડાભા સામાન્ય સ્ત્રી
(3) દેવલા સા.શૈ. પછાતવર્ગ સ્ત્રી
(4) ગજેરા સા.શૈ. પછાતવર્ગ
(5) જંત્રાણ અનુસુચિત આદિ જાતિ
(6) કહાનવા (1) બિન અનામત સામાન્ય
(7) કહાનવા (2) બિન અનામત સામાન્ય
(8) કનગામ અનુસુચિત આદિ જાતિ
સ્ત્રી
(9) કારેલી બિન અનામત સામાન્ય
(10) કાવા અનુસુચિત જાતિ સ્ત્રી
(11) કાવી (1) બિન અનામત સામાન્ય
(12) કાવી (2) સામાન્ય સ્ત્રી
(13)કાવલી સામાન્ય સ્ત્રી
(14) ખાનપુરદેહ સામાન્ય સ્ત્રી
(15) મગણાદ સામાન્ય સ્ત્રી
(16) નાડા અનુસુચિત આદિ જાતિ
(17) નોબાર સામાન્ય સ્ત્રી
(18) સારોદ સામાન્ય સ્ત્રી
(19) સીગામ બિન અનામત સામાન્ય
(20) ટંકારીબંદર બિન અનામત સામાન્ય
(21) ઉચ્છદ બિન અનામત સામાન્ય
(22) વેડચ બિન અનામત સામાન્ય
જિલ્લા પંચાયતની ચાર બેઠકોની સીટોની ફાળવણી નીચે પ્રમાણે છે.
(1) દેવલા બિન અનામત સામાન્ય
(2) કાવી અનુસુચિત આદિ જાતિ સ્ત્રી
(3) વેડચ બિન અનામત સામાન્ય
(4) કહાનવા સામાન્ય સ્ત્રી
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે આ જાહેરનામું પ્રસિધ્ધ થતાં ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો અત્યારથી જ પોતાનું મેદાન મોકળું કરવા લાગી ગયા છે. આ જાહેરનામામાં પચાસ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામા આવી છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂટણીમાં પુરુષ અને સ્ત્રીઓ એક સરખી સંખ્યામાં પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે.