गुजरात

સુરત : RTO ટેક્સના બાકી 6 કરોડ રૂપિયાની વસૂલાત કરશે, ઘરે ઘરે જઈને નોટિસ આપવાની શરૂઆત

કોરના મહામારી વચ્ચે સુરતની RTO ટ્રક અને બસના મોટર વ્હીકલના બાકી ટેક્સના નાણાંની વસુલાત માટે નોટિસ ઈસ્યૂ થયાં બાદ આરટીઓ ઇન્સપેકટર ઘરે ઘરે જઈને ઉઘરાણી કરી રહ્યાં હોવાથી, વાહન માલિકો ટેકસ જમા કરાવી રહ્યાં છે. અત્યાર સુધીમાં લગભગ રુ. 50 લાખથી વધુનો ટેક્સ વાહન માલિકો ભરી ગયાં છે. અને ગમી દિવસ 1200 વ્હિકલ બાકી નીકળતો 6 કરોડનો ટેક્સ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવાના છે. સુરતની RTO આમતો ગુજરાત ને સૌથી વાળું ટેક્સ કમાઈ આપનારી આરટીઓ છે તેવામાં કોરોના મહામારી ને લઈને સુરતનાં 1200 જેટલા વાહનોનો 6 કરોડ રૂપિયાનો ટેક્સ માલિકો ભરી ગયા નથી. ત્યારે આ ટેક્સની રકમ વસૂલવા માટે સુરત આરટીઓ દ્વારા ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી છે.

ભારે વાહનોના ટેક્સ વાહન માલીકોએ દર વર્ષે ભરવાનો હોય છે. પરંતુ અમુક ટકા વાહનમાલિકો ટેકસ જમા કરાવવા બાબતે તદ્દન બેપરવા હોય છે. સુરત શહેર અને જિલ્લાના મળી આવા અંદાજે 1200 જેટલાં વાહન માલિકોનો રુ.6કરોડનો ટેક્સ કચેરીમાં જમા થયો નથી. આવાં બાકી લેણા માટે કાર્યવાહી કરવામાં આવી છે.ઘણાં માલિકોએ બે વર્ષથી ટેક્સ જમા કરાવ્યો નથી. આવા માલિકોને અવારનવાર નોટિસ આપીને બાકી લેણાં જમા કરાવવા માટેની સુચના આપવામાં આવી છે. અને એક ડગલું આગળ વધીને વાહન માલિકોના ઘરે જઈને નોટિસો આપવામાં આવી છે.

Related Articles

Back to top button