गुजरात

ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે વિસ્તારમાંથી ચોરાયેલ ઇકો તેમજ અન્ય બે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલતી ડીસા શહેર દક્ષિણ પોલીસ

Anil Makwana

ડીસા

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ બનાસકાંઠા નાઓની તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડો.કુશાલ.આર.ઓઝા સાહેબ ડીસા વિભાગ ડીસા નાઓએ મિલકત સંબધી ગુના શોધી કાઢવા કરેલ સુચના આધારે બી.વી.પટેલ પોલીસ ઇન્સ.ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે નાઓના સીધા માર્ગદર્શન હેઠળ
ટી.એચ.પરમાર પોલીસ સબ ઇન્સ. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન તથા પો.કો. મહમંદમુજીબ અબ્દુલગફાર, મનોજકુમાર શંકરલાલ, માનજીભાઇ કરસનભાઇ, ભેમજીભાઇ લક્ષ્મણભાઇ તથા ભરતભાઇ ઇશ્વરભાઇ વિગેરે પોલીસ સ્ટાફના માણસો ગત તા-૦૭/૦૯/૨૦૨૦ નાઈટ રાઉન્ડમાં હતા દરમ્યાન રાજમંદિર બટાકા સર્કલ પાસેથી શંકાસ્પદ પ્લસર મો.સા.નંબર પ્લેટ વગરનું તથા ગાડીના લોક તોડવાના ઉપયોગમાં આવતા એલ.એન.કી (માસ્ટર કી) નંગ ત્રણ સાથે પકડાયેલ ઈસમ નરેશકુમાર સ/ઓ લાખારામ સ/ઓ ઓખારામ ગર્ગ ઉ.વ.૨૫ રહે.મોરસીમ રાજપુત વાસ તા.બાગોડા જી.ઝાલોર રાજસ્થાન વાળાને ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે.ના ગુના કામે અટક કરી મજકુર આરોપીને પુછપરછ કરતા તેણે સદર ગુના કામે ચોરાયેલ નવી નંબર વગરની ઈકો ગાડી તા.૨૧/૦૭/૨૦૨૦ના રોજ ડીસા પાટણ હાઇવે રોડ ઉપર પ્રીતમનગર ખાતેથી ચોરેલ હોવાની કબુલાત કરેલ છે જે ઈકો ગાડી હાલમાં જોધપુર જીલ્લાના ખેડાપા પોલીસ સ્ટેશનમાં સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ પકડાયેલ હોવાની કબુલાત કરેલ છે. તે ઉપરાંત મજકુર આરોપીએ આજથી તેરેક દિવસ અગાઉ રાત્રીના પાલનપુર પ્રકાશનગર સોસાયટી તાજપુરા રોડ ઉપરથી એક બોલેરો ગાડી નંબર GJ-08-R-3081 વાળી ચોરી કરેલ હોવાની, તેમજ રાજસ્થાન રાજયના ફાલના- સિંદરૂ ખાતેથી એક બોલેરો કેમ્પર ગાડી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે. જે ચોરાયલ ઈકો ગાડીનો કબ્જો મેળવવા સારૂ ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે.થી એક ટીમ રાજસ્થાન રાજયના જોધપુર જીલ્લાના ખેડાપા પોલીસ સ્ટેશન મોકલાવવા કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ મજકુર આરોપીને સદર ગુના કામે તા.૧૧/૦૯/૨૦૨૦ના કલાક ૧૭/૧૫ વાગ્યે અટક કરી આરોપીના નામ.કોર્ટમાંથી રીમાન્ડ મેળવી વધુ પુછપરછ કરવાની કાર્યવાહી ચાલુમાં છે.

Related Articles

Back to top button