જેતપુર ડોકટરોની હડતાળ મંત્રી જયેશ રાદડિયાની મધ્યસ્થિથી સમેટાઈ. એક કલાક સુધી બંધ બારણે મંત્રી,સાંસદ સહિત ડોકટરોની ચાલી મિટિંગ.
આરોપી મિન્ટા પર સખત કાર્યવાહીની જયેશ રાદડિયાએ આપી ખાત્રી | કહ્યું મહામારીને લાગતા કાયદા મુજબ થશે કાર્યવાહી.
જેતપુર
રિપોર્ટર – રાહુલ વેગડા
જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના ભાઈ અને હાલના પ્રમુખના દિયર મનિષ સખરેલીયા કે જેમણે બે દિવસ પૂર્વે જેતપુરની સંજીવની હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ બાબતે માથાકૂટ કરી હોસ્પિટલ સ્ટાફ અને ડોકટર સાથે ગાળાગાળી કરી હતી તેના અનુસંધાને આજથી ત્રણ દિવસ સુધી જેતપુરની તમામ હોસ્પિટલો તેમજ મેડિકલ સ્ટોર્સ હડતાળ ઉપર ઉતરી ગયા હતા.
જેને લઈને દર્દીઓ સવારથી મુશ્કેલીમાં મુકાય ગયા હતા.જેતપુરના આરોગ્યને લઈને સ્થિતિ વધુ વણસે નહિ તે માટે થઈને કેબિનેટ મિનિસ્ટર અને જેતપુરના ધારા સભ્ય જયેશ રાદડિયા, સાંસદ રમેશ ધડુક સાથે ડોકટરો સાથે મધ્યસ્થી કરવા દોડી ગયા હતા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જેતપુરના તમામ ડોકટરો,રાજકીય આગેવાનો તેમજ જેતપુર ડિવિઝન પોલીસ સહિતનો મોટો કાફલો બનાવની હોસ્પિટલે લાંબી મંત્રણા માટે હાજર રહ્યા હતા.જેતપુર પંથકના દર્દીઓનું સ્વાસ્થય ના જોખમાય અને કોરોના મહામારીમાં કોઈ અઘરી પરિસ્થિતિનું નિર્માણ ના થાય તે હેતુથી મંત્રી જયેશ રાદડિયાની મધ્યસ્થિથી ડોકટરોએ હડતાળ પાછી ખેંચી ને લોકોની સેવામાં ફરીથી હાજર રહેવા ખાતરી આપી હતી.