गुजरात

સુરત : 12 કરોડની જમીનના છેતરપિંડી કાંડમાં દેસાઈ બંધુઓની ધરપકડ, CID ક્રાઇમમાં થઈ હતી ફરિયાદ

સુરતની સોસણની લગાડી જેવી જમ્નીન મામલે સતત ફરિયાદો (Land scam) સામે આવે છે ત્યારે સુરતના કોસાડની એક જમીન વેચ્યા બાદ રૂપિયા 12 કરોડ પડાવી લઇને જમીન મલિકને દસ્તાવેજ નહિ કરી આપી છેતરપિંડી કરતા જમીન માલિક સામે આ મામલે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આરોપી દેસાઈ બંધુઓની  ધરપપકડ કરી છે સુરતના અડાજણ ખાતે રહેતા વિપુલ પટેલે કોસાડ ખાતે આવેલી 13050 ચોરસ મીટર જગ્યા વેચાણ કરવાની હોવાથી આ જમીનના મલિક પિન્ટુ દેસાઈ, અશ્વિન દેસાઈ અને દેવાંગ દેસાઈનો સંપર્ક કર્યો હતો.

જોકે પિન્ટુ પોતાના હિસ્સાની જમીન 15 કરોડ માં વેચવા માંગતો હતો. જોકે આ જમીનનો સોદો નક્કી કર્યા બાદ વિપુલ ભાઈ દ્વારા જમીને લઇને આ દેસાઈ બંધુને રૂપિયા 12 કરોડ ચૂકવી આપ્યા હતા અને સોદા ખાતે કરી આપ્યો હતો. જોકે જમીનમાં બ્લોક વિભાજનનો સમય લાગશે જેને લઈને દસ્તાવેજ કરી આપ્યો ન્હોતો.

જોકે સુરતમાં જમીન સોનાની લગાડી કહેવાય જેના દિવસે દિવસે ભાવ વધતા આ દેસાઈ બધુંની નજર બગડતા પહેલા સોદાખત વિપુલ ભાઈ પાસેથી પડાવી લઈને દસ્તાવેજ ન કરી આપી છેતરપિંડી કરી રહ્યા હતા. જેને લઈને જમીન ખરીદનાર વિપુલ ભાઈને ખબર પડીકે આ જમીન આ ભાઈઓ વેચવાની ફિરાકમાં ફરી રહ્યા છે.

જોકે વિપુલ ભાઈ એ ક્યાં દસ્તાવેજ અથવા રરૂપીયા 12 કરોડ રૂપિયા પરત માંગતા જમીનના ભાવ વધી ગયા છે, જો વધુ રૂપિયા આપશો તો દસ્તાવેજ કરી આપવાની વાત કરી હતી. જોકે આ દેસાઈ બંધુ વિપુલ ભાઈ સાથે છેતરપિંડી કરતા હોવાનું લાગતા તેમણે આ મામલે સુરત CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આ દેસાઈ બધું માંથી પિન્ટુ અને અને તેના ભાઈ આશિષ દેસાઈની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

Related Articles

Back to top button