गुजरात

આમોદમાં ૧૩ કરોડના ખર્ચે બનેલ સ્ટેટ હાઇવે ના રોડ માં ભ્રષ્ટાચાર ની બદબુ. ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો હેરાન પરેશાન….

રોડ ઉપર પડેલા નાના મોટા મેટલોથી વાહનચાલકો માં ભારે અકસ્માતની ભીતિ.

આમોદ

રિપોર્ટર – જાવેદ મલેક

આમોદ નગરમાંથી પસાર થતા ૧૩ કરોડના ખર્ચે બનેલા રોડ ઉપર ઊડતી ધૂળની ડમરી ઓથી વાહનચાલકો હેરાન પરેશાન બની ગયા છે. આમોદમાં ૧૩ કરોડ જેવી માતબર રકમ થી રોડ બનાવવામાં આવ્યો હતો અને તેમાં બેફામ ભ્રષ્ટાચાર કરવામાં આવતા ચોમાસામાં રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા હતા.જેનાથી અનેક વાહનો ફસાવવાના બનાવો બન્યા હતા. અને મસમોટાને કારણે મોટા વાહનો પણ પલટી ખાઈ ગયા હતા. જેથી આમોદમાં ભારે હોબાળો થતા રોડ ઉપર મેટલ પાથરી રોડને સમતોલ કરવામાં આવ્યો હતો.પંરતુ ડામર પાથરવામાં આવ્યો નહોતો. જેથી હમણાં ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે.તેમજ શ્વાસની બીમારી ધરાવતા વયો વૃદ્ધ પણ ધૂળની ઉડતી ડમરીઓને હેરાન બન્યા છે. આ ઉપરાંત આમોદ સ્ટેટ હાઇવે ઉપર નાખેલા મેટલ ઉખડી ગયા છે જે મોટા વાહન નીચે આવી દબાણને કારણે બંદૂકની ગોળીની જેમ છૂટતા હોય બાઇક ચાલકો તેમજ રાહદારીઓ માટે જોખમરૂપ બન્યા છે.જેથી સ્ટેટ હાઇવે ઉપર પડેલા છુટા મેટલ ક્યારેક ભારે અકસ્માત નોતરી શકે તેમ લાગી રહ્યું છે.

 

Related Articles

Back to top button