આમોદ પોલીસ મથકમાં ગુજરાત પોલીસ વનમહોત્સવની ઉજવણી કરાઈ હતી.જેમાં પોલીસ મથકના સ્ટાફ સહિત પોલીસ મથકની હદમાં આવતા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક
ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથકમાં આજ રોજ ગુજરાત પોલીસ વનમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસરોના પગલે વાતાવરણમાં તેમજ ઋતુચક્રમાં પણ ભારે ફેરફારો જોવા મળી રહ્યા છે. કાતિલ શિયાળો, બળબળતી ગરમી તેમજ અતિવૃષ્ટિ સમગ્ર વિશ્વના વાતાવરણમાં થઇ રહેલા આમુલ પરિવર્તન માટે સાબિતીરૂપ પુરવાર થઈ રહ્યા છે. ત્યારે સમયાંતરે સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમો આયોજિત કરી લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે એ હેતુસર વૃક્ષારોપણ કાર્યક્રમોનું સમયાંતરે આયોજન થતું રહે છે.
જે અંતર્ગત આજરોજ 11:30 ના અરસામાં આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. એચ.સુથારના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. કાર્યક્રમમાં આમોદ પોલીસ મથકનો સર્વે સ્ટાફ તેમજ હોમ ગાર્ડ જવાનોનો સ્ટાફ, બી.તી.ઇ.તી ના જવાનો, જી.આર.ડી ના જવાનો આ સાથેજ આમોદ પોલીસ સ્ટેશનમાં આવતા ગામોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, નાહીયર ગુરુકુલના શંત ડિકે સ્વામી, આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલ, તેમજ ભાજપના આગેવાન અશોકભાઈ જેઠાભાઇ પટેલ પણ ઉપસ્થિત રહયા હતા. આમોદ પોલીસ મથકનો સ્ટાફ અને તેમના પરિવાર જનોએ સૂચક હાજરી આપી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં કોરોનાની મહામારીનો ધ્યાને રાખી સરકારની માર્ગદર્શિકા મુજબ અને સોસિયલ ડિસ્ટનસિંગનું ચુસ્ત પાલન કરાયું હતું. આ કાર્યક્રમમાં આમોદ પોલીસ મથકના પી.એસ.આઈ. કે. એચ. સુથાર એ ગુજરાત પોલીસ વતી કાર્યક્રમને સફળ બનાવવા બદલ હાજર જનોનો આભાર વ્યક્ત કર્યો હતો..