સુરત થાઈ યુવતી કેસ: પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો, ફૉરેન્સિક નિષ્ણાત પ્રમાણે યુવતીની હત્યા થઈ
સુરત: શહેરમાં રવિવારે વનિતા બુસોર્ન નામની થાઈ યુવતી નો સળગી ગયેલી હાલતમાં મળી આવેલા મૃતદેહ મામલે લગ અલગ થીયરી રજૂ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે અકસ્માતે મોત ) થયાનો ગુનો નોંધ્યો છે. પોલીસની કહેવું છે કે શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હતી. જ્યારે આ મામલે ફૉરેન્સિક નિષ્ણાતો નું કહેવું છે કે યુવતીની હત્યા કરવામાં આવી છે. બીજી તરફ આ મામલે તપાસનો રેલો તાપી જિલ્લાના અંકુર નામાના એક યુવક સુધી પહોંચ્યો છે. અંકુર વનિતાનો બોયફ્રેન્ડ હોવાની માહિતી મળી છે. આ મામલે તપાસ માટે પોલીસે ડીસીપી (DCP)ના વડપણ હેઠળ સીટ (SIT)ની પણ રચના કરી છે.
ચાર થાઈલેન્ડ યુવતી શંકાના ઘેરામાં આવી
પોલીસે યુવતીના મોતનો કેસ ઉકેલવા માટે સોમવારે પોલીસે કવાયત શરૂ કરી હતી. પોલીસના ઉચ્ચ અધિકારી, એફએસએલ, નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ફોરેન્સિક નિષ્ણાત, ડીજીવીસીએલના અધિકારની મદદથી સોમવારે ચારથી પાંચ કલાક સુધી ઘટનાસ્થળની તપાસ કરવામાં આવી હતી. પોલીસ મુજબ અકસ્માતે જ્યારે ફોરેન્સિક નિષ્ણાતના કહેવા મુજબ યુવતીની હત્યા થઈ છે. બીજી તરફ થાઈ યુવતી સાથે રહેતી ચાર યુવતી શંકાના ઘેરામાં આવી છે. આ ઉપરાંત મરનાર યુવતીનો મોબાઇલ ફોન હજી સુધી મળી આવ્યો નથી.