गुजरात

દહેગામ નગરપાલિકા તંત્રએ રખડતી ગાયો અને માલધારીઓ સામે લાલ આંખ કરી.

રખડતી ગાયોથી નગરજનો.રાહદારીઓ. વાહનચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

દહેગામ

રીપોટર – આર.જે.રાઠોડ

દહેગામ શહેરમાં કેટલાય સમયથી સળગતો પ્રશ્ન નગરજનો – ગ્રામજનો અને વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેકવાર રજૂઆતો કરવામાં આવેલ છતાં નગરપાલિકા ના વહિવટી તંત્ર અને સત્તા શાસન સંભાળતા શાસકોને પણ રજૂઆત કરવામાં આવેલ છતાં આ મુદ્દે કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી.

રાજકીય વગદારોના કારણે વહીવટી તંત્ર આંખ આડા કાન કરતાં હોવાથી નિર્દોષ વ્યક્તિઓને જીવ ગુમાવ્યા હતા. આ મામલે દહેગામ નગરપાલિકાના વહિવટી તંત્ર સામે નગરજનોએ તાલુકા મામલતદારને અને જીલ્લાકક્ષા સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ yogendra rathod તેમજ વોર્ડ નં ૭.ના ખેડૂતોએ રખડતી ગાયો ઉભા પાકને નુકસાન કરવા બાબતે ચિફ ઓફિસર સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ બાદ તંત્રને ગાયો પકડી પાંજરાપોળમાં પુરી દીધી હતી ત્યારબાદ આજે જાહેર માર્ગો – રસ્તા પર માલધારીઓ રખડતી ગાયોને છુટી મુકી દેતા નગરપાલિકા તંત્રએ રખડતી ગાયો સામે લાલ આંખ કરતાં માલધારીઓ ફફડાટ વ્યાપી ગએલ હતો.

Related Articles

Back to top button