મહેસાણા
ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયા પર હુમલો થયો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. હુમલાની આ ઘટના મહેસાણાના મોઢેરામાં બની હતી. પારીવાહિક ઝઘડામાં મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું . ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયા ઓર્ગેનાઈઝરના ભાઈની ખબર પૂછવા માટે તેના ઘરે પહોંચી હતી તે દરમિયાન અચાનક બાબાખાન ના વિરોધી દોડી આવ્યા હતા અને અપશબ્દ બોલીને કાજલ મહેરિયા પર લાફો ઝીંકીને હુમલો કર્યો હતો. આ સાથે કાજલને માર પણ મારવામાં આવ્યો. મહેસાણાના મોઢેરામાં સિંગર કાજલ મહેરિયા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર બાબાખાન ના ભાઈની ખબર પૂછવા માટે તેના ઘરે પહોંચી હતી ત્યારે અચાનક ઈવેન્ટ ઓર્ગેનાઈઝરના વિરોધીઓ દોડી આવ્યા હતાં અને ત્યાં અચાનક કાજલ મહેરિયાને લાફો ઝિંકી દીધો હતો.