
વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
વાંસદા તાલુકામાં આવનારા દિવસો માં ભાજપ ને કઈ રીતે મજબૂત કરાય અને ચુંટાયેલા પ્રતિનિધિ એ પોતાના મત વિસ્તારમાં આવેલા તમામ ગામો માં પ્રજા વચ્ચે જઈ પ્રજા ના પ્રશ્નો સાંભળી તેનો હલ કરવા હાકલ કરવામાં આવી હતી. ભૂરાભાઈ શાહ દ્વારા જણાવાયું હતું કે તાલુકા ની જનતા એ ભાજપ ને મત આપી ભાજપ પર વિશ્ર્વાસ મૂક્યો છે તેથી તાલુકા પંચાયત વાંસદા પર ભાજપ નું શાસન આવ્યું છે. આદીવાસી પ્રજા માં જાગૃતતા ના કારણે પ્રજા એ સરકાર માં વિશ્ર્વાસ મૂક્યો છે, દેશ માં થી જ્યારે કોંગ્રેસ નો સફાયો થયો છે ત્યારે વાંસદા માં પણ લોકો ધારાસભ્ય ના જૂઠાણા ને ઓળખી ગયા છે. આવનારા દિવસો માં ગ્રામ પંચાયત ની ચુંટણી છે ત્યાર બાદ ધારાસભ્ય ની પણ ચુંટણી આવશે. ભૂરાભાઈ શાહ દ્વારા જણાવામાં આવ્યું હતું કે ભાજપ એક પરિવાર છે અને પરિવાર ના દરેક સભ્યો નું ખૂબ મહત્વ છે, કાર્યકર થકી પાર્ટી ઉજળી છે. આ પ્રસંગે પ્રદેશ ગુજરાત ઓબીસી મોરચા મહામંત્રી સનમ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી ભગુ ભાઈ પટેલ જિલ્લા શાસક પક્ષ નેતા શિવેન્દ્રસિંહ સોલંકી તાલુકા પંચાયત પ્રમુખ શાંતુ ભાઈ, વિરલ ભાઈ મહામંત્રી રાકેશ ભાઈ, સંજય ભાઈ મણી ભાઈ તાલુકા પંચાયત પ્રમુખ શાંતુંભાઈ, કારોબારી અધ્યક્ષ રસિકભાઈ ટાંક આદિ ઉપસ્થિત રહ્યા હતા