गुजरात

સુરતીઓ સાવધાન! માસ્ક ન પહેરવાના દંડ માટે પોલીસ સાથે માથાકૂટ કરતા બે વ્યક્તિની ધરપકડ

સુરત : પહેલા ટ્રાફિકના નિયમો તોડી દંડ ભરવા માટે પોલીસ (Surat Police) સાથે ઘર્ષણમાં ઉતરતા જોવા મળતા હતા હવે ટ્રાફિકની જગ્યા પર કોરોના ગાઈડલાઇન (Corona guideline) પાલન નહિ કરતા માસ્ક (mask) માટે પોલીસે દંડની કાર્યવાહી કરે એટલે માથકૂટ કરી લોકો ટોળા એકત્ર કરતા થઇ ગયા છે. ત્યારે આવા બે યુવાનોને પોલીસે પોલીસના કામમાં રુકાવટ માટેના ગુના હેઠળ ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરતમાં લોકો પોલીસ સાથે કોઈને કોઈ મુદ્દે ઘર્ષણ કરતા જોવા મળે છે પહેલા ટ્રાફિક પોલીસ અટકાવી દંડ વસુલતી હતી. જેને કારણે માથાકૂટ થતી જોવા મળતી હતી પણ હવે કોરોના ગાઈડ લાઇન અનુસાર માસ્ક નહિ પહેરનાર દંડ કરવાની કાર્યવાહી શરુ કરી છે. ત્યારથી દરરોજ પોલીસ અને લોકો વચ્ચે સતત ઘર્ષણ થવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે કતારગામ પોલીસ ગત મોડીસાંજે પેટ્રોલીંગમાં હતી ત્યારે 7 વાગ્યાના અરસામાં રામજીનગર સોસાયટીના નાકે ડ્રાઈવીંગનું કામ કરતો પિયુષ અરવિંદભાઈ કોળી પટેલ ગતરોજ સાંજે 7.40ના અરસામાં કંતારેશ્વર મહાદેવ મંદિરની સામે શાકમાર્કેટમાં લારી ઉભી રાખી શાકભાજી વેચતો જીશાન કમાલભાઈ ખાન બંને માસ્ક પહેર્યા વિના ઉભા રહેલા મળી આવ્યા હતા.

આથી પોલીસે તેમને માસ્ક ન પહેરવા બદલ દંડ ભરવા કહ્યું હતું. જોકે, બંનેએ અમે દંડ ભરવાના નથી, તમારે જે કરવું હોય તે કરો, સુરતમાં કેટલા માણસો માસ્ક પહેર્યા વગર ફરે છે તેમ કહી દંડ ભરવા ઇન્કાર કરી લોકોનું ટોળું એકત્ર કર્યું હતું. કતારગામ પોલીસે બંને વિરુદ્ધ અલગ ગુનો નોંધી તેમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Back to top button