સુરત : 15 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારનાર નરાધમને બે કેસમાં 20 વર્ષની સખત કેદ
રાંદેર વિસ્તારની એક સગીરાનું બે વાર અપહરણ કરી બળાત્કાર ગુજારવાના કેસમાં શુક્રવારે પોક્સો એક્ટની વિશેષ કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો. કોર્ટે આરોપી આદિલ મહોમ્મદ શલ્લુને એક કેસમાં 20 અને બીજા કેસમાં 10 વર્ષ કેદનો હુકમ કર્યો હતો. મૂળ ઉત્તરપ્રદેશના ફૈજાબાદ જિલ્લાના સુજાનગામના વતની આરોપી મહોમ્મદ આદિલ મહોમ્મદ શલ્લુ શા વિરુદ્ધ વર્ષ 2018 અને 2019માં રાંદેર પોલીસ મથકમાં એકજ સગીરાનું અપહરણ અને બળાત્કાર ગુજારવાનો ગુનો નોંધાયો હતો. ફરિયાદ મુજબ આરોપી 22 ઓગસ્ટ 2018ના 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી ફોસલાવી ઉત્તરપ્રદેશ લાઇ ગયો અને બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં પોલીસે તેની ધરપકડ કરી સગીરાને મુક્ત કરવી હતી.
બાદ 23 જાન્યુઆરી 2019ના પીડિતાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી રસ્તા વચ્ચેથી તેણીનું અપહરણ કરી વેડરોડ નાસિર નગરમાં લાઇ જઈ અને આખી રાત બગીમાં કેદ કરી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે પણ પોલીસે આદિલ વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.