गुजरात

રાહુલ ગાંધીને પસંદ છે ગુજરાતી વાનગીઓનો ચટાકો, લારીથી લઈને રેસ્ટોરાંમાં અહીંયા માણી ચુક્યા છે લિજ્જત

અમદાવાદ : કૉંગ્રેસના નેતા અને કેરળના વાયનાડના સાંસદ રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ છે. રાજકારણમાં પિતા રાજીવ ગાંધી  જેવો પ્રભાવ ન છોડી શકનારા રાહુલ ગાંધી ગાંધી-નહેરૂ પરિવારની ચોઢી પેઢીના વારસદાર છે. રાહુલ ગાંધીને રાજકારણ સિવાય અનેક બાબતોમાં રૂચી છે. ખાસ કરીને તેમનો ભોજન પ્રેમ અછતો નથી. તેઓ જે રાજ્યમાં જાય ત્યાંની વિશેષ વાનગીઓની મજા ચોક્સ માણે છે. રાજકીય નિષ્ણાતોના મતે આ તેમના સ્ટ્રેટેજીસ્ટે નક્કી કરેલી રણનીતિનો ભાગ હોઈ શકે પરંતુ તેમને ભોજન પ્રત્યે લગાવ છે તે વાતમાં બે મત નથી. અન્ય રાજ્યની જેમ રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં (Gujarat) આવે છે ત્યારે ગુજરાતી વાનગીઓની  મજા ચોક્કસ માણે છે. જાણો તેમના જન્મદિવસે અગાઉ તેઓ ક્યાં ક્યાં અને કઈ કઈ જગ્યાઓએ ગુજરાતી ભોજનની મજા માણી ચુક્યા છે.

વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વખતે રાહુલ ગાંધીના રસ્તા પર ગુજરાતી ભોજન માણતા અને નાસ્તો કરતા ફોટોગ્રાફ્સ મીડિયામાં ખૂબ જોવા મળ્યા હતા. જોકે, રાહુલ ગાંધીએ 12મી ડિસેમ્બરના રોજ પ્રચારના અંતિમ ચરણ વખતે યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં તેમના ગુજરાતી ભોજનના પ્રેમ વિશે વાતો કરી હતી. તેમણે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે મેં પ્રચાર દરમિયાન ખાખરા, ફાફાડ, મરચાનું અથાણું, મગફળી, ઢોકળાની મજા માણી આ ચીજોને હું ક્યારેય નહીં ભુલું.

Related Articles

Back to top button