વાંસદા તાલુકાની જીવાદોરી સમાન ડેમોમાં નવા નીર આવતા ભાજપાના હોદ્દેદારો દ્વારા પૂજા અર્ચના
નવા નીર થી ડેમો છલકાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી
વાંસદા
રીપોટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી
ઉનાઈ, વાંસદા તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી અવિરત વરસાદ વરસવાને પગલે વાંસદા તાલુકાની જીવાદોરી સમાન કેલીયા ડેમમાં નવાનીર આવતા ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો જ્યારે વાંસદા તાલુકામાં આવેલો જૂજ ડેમ પણ આજરોજ ઓવરફ્લો થતા વાંસદા તાલુકાના ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ડેમમાં નવાનીર આવતા વાંસદા તાલુકા ભાજપ દ્વારા દીવો આરતી તથા શ્રી ફળ વધેરીને તેના વધામણાં કરવામાં આવ્યા હતા જેમાં વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ મણીભાઈ પટેલ,જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ મહેશભાઈ ગામીત,જૂજ ગામના સરપંચ ભાયકુભાઈ,તા.પ સભ્ય કિરણભાઈ, ખડકીયાના સરપંચ શ્રી હરિશભાઈ, હોલીપાડાના સરપંચ રાજુભાઇ , સીતાપૂરના સરપંચ સંજયભાઈ, ભાજપ કાર્યાલયના મંત્રી ઉમેશભાઈ જાધવ, આદિ જાતિના ઉપ પ્રમુખ ભગુભાઈ પટેલ , બાબુભાઇ ,જીવંણભાઈ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે સારા વરસાદને કારણે વાંસદા તાલુકામાં આવેલા ડેમો ઓવરફ્લો થતા વાંસદાના અનેક ગામોના ખેડૂતોને ઉનાળામાં સિંચાઈનું પાણી મળવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે – મહેશભાઈ ગામીત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ