गुजरात
સારા સમાચાર : સરદાર સરોવરની સપાટીમાં વધારો થતા વીજ ઉત્પાદન શરૂ, નર્મદા મૈયા બે કાંઠે
નર્મદા : રાજ્યની જીવાદોર સમાન નર્મદા નદી અને સરદાર સરોવરને લઈને એક સારા સમાચાર આવ્યા છે. સરદાર સરોવર પર ગત વર્ષે ગેટ લાગ્યા બાદ તે પહેલી વાર ઑવરફ્લો પણ થયો હતો. જોકે, તેવામાં આ વર્ષે સારા ચોમાસા બાદ પણ નર્મદા મૈયા બે કાંઠો નહોતા. હવે ડેમની સપાટીમાં વધારો થતા પાવર હાઉસ શરૂ કરવામાં આવ્યા છે જેના કારણે નર્મદા મૈયા બે કાંઠે થઈ ગઈ છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી માં વધારો 24 કલાક માં ડેમ ની જળ સપાટી માં 80 સેન્ટિમીટર નો વધારો નોંધાયો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતા વીજ મથક ધમધમતું થયું છે.
1200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ શરૂ કરાયા અને સી એચ પી એચ નું 1 ટર્બાઇન પણ શરૂ કરવામાં આવ્યું છે. વીજ મથકો ચાલતા નર્મદા નદીમા 40,657 ક્યુસેક પાણી ઠલવાતા નદી બે કાંઠે થયા છે.