કોરોનામાં મૃત્યુ પામેલ પોલીસ જવાન ના કુટુંબીજનને ૨૫ લાખનો ચેક અર્પણ કરતા પોલીસ અધીક્ષક ભરૂચ
Anil Makwana
ભરૂચ
રીપોર્ટર – સાજીદ મુન્શી
તા.ર ૬ / ૦૮ / ૨૦૨૦ ભરૂચ જિલ્લાના જબુસર તાલુકા ના વેડચ પોલીસ ખાતે ફરજ બજાવતા બિન હથિયારી એ.એસ.આઇ,શ્રી જગદીશભાઇ છગનભાઇ સોલંકીનું કોરોના વાઇરસનાં સંક્રમણના કારણે સારવાર દરમિયાન તા .૨૪ / ૦૬ / ૨૦૨૦ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે . રાજ્યમાં નોવેલ કોરોના વાઇરસ ( COVID.19 ) ના સંક્રમણને કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમિયાન સંક્રમિત થયેલ કર્મચારી / અધિકારીનાં દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને રૂ .૨૫ લાખ ની સહાય માનનીય મુખ્ય મંત્રી શ્રીના રાહત ફંડમાથી ચૂકવવાની સરકાર શ્રી ની જોગવાઇ મુજબ બિન હથિયારી એ.એસ.આઇ, શ્રી જગદીશભાઇ છગનભાઇ સોલંકીના વારસદાર તેમના પત્ની શ્રીમતી જશોદાબેન જગદીશભાઇ સોલંકીને સરકારશ્રીના ગૃહ વિભાગ તરફથી રૂ .૨૫ લાખની સહાય તા .૦૮ / ૦૮ / ૨૦૨૦ થી મંજૂર કરેલ છે . જે સહાયનો ચેક નંબર -૭૧૮૬૦૫ , તા .૧૯ / ૦૮ / ૨૦૨૦ આજરોજ પોલીસ અધીક્ષક ભરૂચનાઓએ સ્વ.બિન હથિયારી એ.એસ.આઇ.શ્રી જગદીશભાઇ છગનભાઇ સોલંકીના વારસદાર પત્ની શ્રીમતી જશોદાબેન જગદીશભાઇ સોલંકીને તેમના બે પુત્રોની હાજરીમાં માનપૂર્વક અદા કરેલ છે . અને મરહુમના કુટુંબીજનો પ્રત્યે સંવેદના પ્રગટ કરેલ છે .