गुजरात

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં મેઘરાજાએ કરી બેટિંગ

રાજ્યમાં આ વખતે ઓગસ્ટ મહિનામાં જ 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. ત્યારે રાહતના સમાચાર છે કે, 26મી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગ ના કહેવા પ્રમાણે 26થી 29મી ઓગસ્ટ સુધી વરસાદમાં રાહત મળશે. 26 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સુરત અને કચ્છમાં વરસાદ રહશે. જ્યારે અન્ય જિલ્લામાં વરસાદનું જોર ઘટશે. છેલ્લા 24 કલાકમાં એટલે મંગંળવારે રાતે 12 કલાક સુધીમાં રાજ્યનાં 141 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ સાથે સૌથી વધુ વરસાદ કચ્છનાં લખપતમાં 2.76 ઇંચ નોંધાયો છે.

અન્ય જગ્યાનાં વરસાદની આંકડા પ્રમાણે વાત કરીએ તો, બનાસકાંઠાનાં વાવમાં 62 એમએમ, ભાભરમાં 56 એમએમ, ધાનેરામાં 51 અને દિઓગરમાં 49 એમએમ વરસાદ નોંધાયો છે. ગઇકાલે વરસાદનું જોર ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, રાજ્યમાં 26થી 29 ઓગસ્ટ સુધી વરસાદનું જોર ઘટશે. આ ઉપરાંત 30 ઓગસ્ટથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. ચોથી સપ્ટેમ્બરના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. જે બાદમાં 7 થી 12 સપ્ટેમ્બર સુધી ફરી વરસાદ પડશે.

Related Articles

Back to top button