गुजरात

સુરત: 24 કલાકમાં 218 Corona પોઝિટિવ કેસ, મોતનો આંકડો 1000ને પાર, ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

સુરત: શહેરમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 218 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 165 જયારે ગ્રામીણ વિસ્તારમાં 53 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 36669 પર પહોંચી છે, જયારે આજે 2 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 1005 પર પહોંચ્યો છે, તેવામાં આજે 248 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 218 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 165 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 26631 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 53 કેસ સાથે દર્દી સંખ્યા 10038 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 36669 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 2 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 1005 થયો છે. જેમાંથી 277 મૃત્યુ જિલ્લાના છે અને 728 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 174 જ્યારે જિલ્લામાં આજે 74 દર્દીને રજા આપતા, કુલ 248 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 33988 જેમાં શહેર વિસ્તરમાં 24809 જયારે ગ્રામીય વિસ્તારના 9179 દર્દી છે.

Related Articles

Back to top button