गुजरात

ગુજરાતના જોડિયા 14 ઈંચ, કડી 13 ઈંચ, ટંકારા 11 ઈંચ અને ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો, 24 કલાકમાં રાજ્યમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ નોંધાયો? જાણો લેટેસ્ટ આંકડા

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રવિવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 251 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો છે જ્યારે ઘણી જગ્યાએ હળવો વરસાદ પણ વરસ્યો છે. ગુજરાતમાં 1 ઈંચથી લઈ 14 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. ત્યારે સૌથી વધુ વરસાદ જામનગરના જોડિયામાં ખાબક્યો હતો. જોડિયામાં 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે મહેસાણાના કડીમાં પણ 13 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

– જામનગરના જોડિયામાં 14 ઈંચ જેટલો વરસાદ
– મહેસાણાના કડીમાં 13 ઈંચ વરસાદ
– મોરબીના ટંકારામાં 11 ઈંચ વરસાદ
– સુરતના ઉમરપાડામાં 10 ઈંચ વરસાદ
– મોરબીમાં 10 ઈંચ વરસાદ મીમી
– મહેસાણાના બેચરાજીમાં 9 ઈંચ વરસાદ
– પાટણના સરસ્વતીમાં 8 ઈંચથી વધુ વરસાદ
– કચ્છના અંજારમાં 8 ઈંચ વરસાદ
– મહેસાણાના જોટાણામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
– સુરેન્દ્રનગરના મુળીમાં 7 ઈંચ વરસાદ
– મોરબીના વાંકાનેરમાં 7 ઈંચ વરસાદ
– મહેસાણામાં 7 ઈંચ વરસાદ
– કચ્છના ભચાઉમાં 7 ઈંચ વરસાદ
– સુરેન્દ્રનગરના થાનગઢમાં 6 ઈંચથી વધુ વરસાદ
– પાટણના રાધનપુરમાં 6 ઈંચથી વધુ વરસાદ

Related Articles

Back to top button