ભિલોડા
રીપોટર – દિપક ડામોર
ભિલોડા પોલીસસ્ટેશન,સિવિલ હોસ્પિટલ, તાલુકા પંચાયત જેવા સ્થળો એ ઠેર ઠેર પાણી ભરાયા છે તાલુકા પંચાયત ના મેઈન ગેટ થી બજારનું પાણી અંદર આવતું હોઈ અંદર આવેલ ભોયરા માં પાણી ભરાઈ ગયું છે તેમજ સિવિલ ના કમ્પાઉન્ડ માં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે એવી જ રીતે ભિલોડા પોલીસસ્ટેશન ના ગ્રાઉન્ડ માં ગુનામાં પકડાયેલી પાર્કિંગ કરેલી ગાડીઓ પણ પાણી માં ગરકાવ થઈ હતી. તથા શાંતિનગર સોસાયટીમાં અને ઘરો માં પણ પાણી ઘુસી ગયા છે ત્યારે આમ લોકોને નાની મોટી હાલાકી નો સામનો કરવો પડ્યો છે.
એક તરફ પ્રકૃતિ પ્રેમી ખેડૂતો વરસાદ ની રાહ જોતા હોય છેે ત્યારે બીજી તરફ ક્યાંક ને ક્યાંક ભોગ પણ બનવું પડતું હોય છે.