गुजरात
ઉનાઈ પંથકમાં ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર રસ્તોઓ પર પાણી ભરાયા
ધોધમાર વરસાદને પગલે ઉનાઈ પંથકમાં જનજીવન સામાન્ય લોકમાતા અંબિકા નદી બન્ને કાંઠે
વાંસદા
રીપોટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી
ઉનાઈ પંથકમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર રસ્તોઓ પર પાણી ભરાયા હતા જેના કારણે જનનજીવન સામાન્ય બન્યું હતું રસ્તોઓ સુમસાન દેખાયા હતા સતત વરસી રહેલા વરસાદને કારણે રસ્તો પર વાહનો પણ એકલ દોકલ જોવા મળી રહ્યા હતા ઉપર વાસમાં ભારે વરસાદને પગલે ઉનાઈથી પસાર થતી લોકમાતા અંબિકા નદી બંને કાંઠે વહેતી જોવા મળી હતી ભારે વરસાદને પગલે ખેડૂતો પણ ખેતીમાં જોતરાય હોવાના કારણે ઉનાઈ પંથકના બજારો સુમસામ ભાસી રહ્યા હતા જેના કારણે જનજીવન સામાન્ય થવા પામ્યું હતું ઉનાઈ પંથકમાં ગામડાઓમાં ખેતરો તથા નદી નાળા પાણીથી ઉભરાતા ઠેર ઠેર પાણી રસ્તો પર ફરી વળ્યાં હતા જેના કારણે નાના મોટા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવામાં આવ્યો હતો