ટ્રાફિક નિયમના ભંગ કરતા ૨૧,૦૯૭ વાહન ચાલકો સામે કાર્યવાહી | Action taken against 21 097 drivers for violating traffic rules

![]()
વડોદરા,રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ દરમિયાન વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા એક સપ્તાહ દરમિયાન કરવામાં આવેલી કામગીરીમાં ૨૧ હજાર ઉપરાંત વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ટ્રાફિકના નિયમોના પાલન અને રોડ સેફ્ટી માટે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં માર્ગ સલામતી સપ્તાહનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવે છે. એક સપ્તાહ દરમિયાન પોલીસે લહેરીપુરાથી માંડવી સુધી તેમજ દેણા બ્રિજ ખાતે અડચણરૃપ દબાણો હટાવ્યા છે.સ્કૂલમાં જઇ ૧,૫૦૦ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોના અમલ અને તેના ફાયદા અંગે સમજ આપી હતી. પોલીસે એક સપ્તાહ દરમિયાન અલગ – અલગ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ૨૧,૦૯૭ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે. જેમાં સૌથી વધુ હેલમેટ નહીં પહેરવાના ૫,૧૭૨ કેસ કર્યા છે.ત્યારબાદ બીજા નંબરે સીટ બેલ્ટ નહીં પહેરવા બદલ ૩,૮૯૫ કેસ કરવામાં આવ્યા છે. જ્યારે સૌથી ઓછા ૪૨ કેસ કાર પર ડાર્ક ફિલ્મ લગાડવાના કર્યા છે.



