જૂનાગઢ સાધુ સંતોની ચિંતા કરનારા અને સેવાનું કાર્યનું અવિરત વહેતુ પવિત્ર ઝરણું એટલે ગિરનાર ક્ષેત્રના પ્રથમ મહિલા પીઠાધીસ્વર જયશ્રીકાનંદ માતાજી
કોરોના ની આ મહામારી માં પણ દ્વારા છેલ્લા સોમવારે મહાદેવની પૂજા કરી સાદય થી ભંડારાનું આયોજન કર્યું..
જુનાગઢ
રીપોટર – વનરાજ ચૌહાણ, અશોક બારોટ
હિન્દૂ ધર્મમાં સાધુ સંતોનું આગવું સ્થાન ને છે જ્યારે સાધુની વાત કરવામાં આવે તો પોતાની મસ્તી માં રહેનારા રમતા જોગી અને સાધુ સંતો જયારે શ્રાવણ નો સોમવાર હોય ત્યારે ગિરનારમાં આવે છે પરંતુ આ વર્ષે આ કોરોના ની મહામારી ને લઈ આ સાધુઓમાં પણ ચિંતા હતી પરંતુ સાધુ સંતો માટે હંમેશા સેવા કાર્ય મા મોખરે રહેનારા અને પોતાના પીઠાધીસ્વરના પદ ને સારી રીતે સંભાળનાર અને ” ટુકડો ત્યાં હરિ ઢુંકળો” ને સાચા અર્થમાં સાર્થક કરનારઅને મહાદેવની ભક્તિમાં લીન રહેનારા ગિરનાર ક્ષેત્રના પ્રથમ મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજી કોરોના સમયમાં લોકડાઉન થી લઈ પવિત્ર શ્રાવણ માસમાં સરકાર ના નિયમોનું પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ,માસ્ક વિતરણ ની સાથે સાથે સેંકડો સાધુ સંતો ને ભેટપૂજા પ્રસાદી આપી પોતે આ કપરા સમયમાં સેવા કાર્ય કરવા માટે કોઈ સીમાળા નથી હોતા એવું સાબિત કરી બતાવ્યું છે .
વધુમાં સાધુ સંતોએ પણ જણાવ્યું હતું કે કોઈ પણ સ્વાર્થ વગર નિ:સ્વાર્થ ભાવે સાધુ સંતોની ભાવનાને સમજનાર જયશ્રીકાનંદ માતાજી સાધુ સંતોની સાથે સાથે કોઈ પણ જાતના ભેદ ભાવ વગર દરેક એવા વ્યક્તિને આદર સત્કાર આપે છે અને પોતે ભવનાથ ના દરેક સફાય કર્મચારી, બહાર થી આવતા પ્રવાસીઓને પણ ભોજન પ્રસાદી કરાવે છે. જયશ્રીકાનંદ માતાજી એ જણાવ્યું હતું કે શ્રાવણ માસ ચાલતો હોય ભવનાથ મહાદેવ ને સવા લાખ બીલીપત્રો અને પુષ્પોથી પૂજા અર્ચના કરવામાં આવે છે પરંતુ આજે છેલ્લા સોમવારે વિશેષ અભિષેક કરી સોનલધામ મઢડા ના ગાદીપતિ દાદુભાઈ ગઢવી તેમજ તેમના પરિવારે પીઠાધીસ્વર જયશ્રીકાનંદ માતાજી સાથે મહાદેવની પૂજા હતી વધુમાં માતાજીએ જણાવ્યું હતું કે ભંડારો કરવો આવશ્યક હતો કારણ કે રમતા જોગીઓ સાધુ સંતો જે ધર્મનો પ્રચાર કરી રહ્યા છે એમને આ કપરા સમયમાં દાન પુણ્ય કેવી રીતે મળે ? સાધુ સંતોની સેવા કરી શકાય અને એમને મદદ રૂપ થઈ શકાય માટે સરકારના નિયમોનું પાલન કરી માસ્ક ,સેનિટાઈઝર ,અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરી સાધુ સંતોને ભેટ પૂજા પ્રસાદી આપી .ભારત વર્ષ માંથી આ કોરોનાની મહામારી વહેલી તકે નાબૂદ થાય એવી ભવનાથ મહાદેવ ને પ્રાથના કરી આ છેલ્લા સોમવારે પણ શ્રાવણ માસના દર સોમવાર ની જેમ આ સોમવરે પણ સાદાય થી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું…