વાંસદા
રીપોટર – બ્રીજેશ પટેલ, સુનિલ ડાભી
કાકડવા ગામે ઉપલી ગામઠાણ ફળિયામાં આવેલું નાળાનું ધોવાણ થતા ચોમાસા દરમિયાન અવર જવર માટે ગ્રામજનોને ખુબજ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ગત વર્ષે ચોમાસા દરમિયાન નાળાનું ધોવાણ થતા ગ્રામજનો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર ધુતરાષ્ટ્રની ભૂમિકામાં હોય જે તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ન કરતા ગ્રામજનોને અવર જવરની મુશ્કેલીઓ પડતા ગ્રામજનો દ્વારા સ્વખર્ચે પુરાણ કરી પુનઃ નાળાનું અવર જવર માટે શરૂ કરાયું હતું. જે બાદ આ વર્ષે ચોમાસામાં તંત્રના પાપે ફરી વરસાદના પાણીમાં નાળાનું ધોવાણ થતા ગ્રામજનોને ગત વર્ષે પડી રહેલી મુશ્કેલી સામનો આ વર્ષે પણ કરવો પાડવાનો વારો આવ્યો છે ગામજનો દ્વારા અવર જવર તથા ખેતી કામ માટે આ નાળા પર બનાવવામાં આવેલા રસ્તાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ધોવાણ થતા ખુબજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો તંત્ર સફાળું જાગે અને આ નાળાનું કાયમી માટે યોગ્ય નિરાકરણ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે.